Mehsanaના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના નિપજયા મોત

મહેસાણાના કડીના જાસલપુર નજીક દુર્ઘટના બની છે જેમાં કંપનીમાં ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકોના મોત થયા છે.માટીની ભેખડ ધસી પડવાથી અમુક શ્રમિકો હજી પણ દટાયા છે,ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.દિવાલ બનાવતી વખતે અચાનક ભેખડ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.હાલમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો છે અને મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. ખાનગી કંપનીમાં બની ઘટના મહેસાણાના કડીના જાસલપુર નજીક મોટી દુર્ઘટના બની છે જેમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ અને શ્રમિકો કામ કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 5 શ્રમિકો દટાયા હતા,ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને ભેખડ દૂર કરતા 5 શ્રમિકોના મૃતદેહ જ મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સાથે સાથે હજી પણ કેટલાક શ્રમિકો દટાયા હોવાની વાત સામે આવી રહી છે.ત્યારે મૃત્યુઆંક કેટલા પર પહોંચે તે નક્કી નથી. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.હાલ જેટલા મૃતદેહો બહાર નીકળ્યા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,બીજા જે શ્રમિકો છે તેમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.શ્રમિકો બહારના રાજયના હોવાની વાત સામે આવી છે અને તેઓ મજૂરી અર્થે મહેસાણા આવ્યા હતા.ઘટનાની જાણ થતાની સાથે મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. કંપનીએ મૃતકો માટે નથી જાહેર કરી સહાય સમગ્ર ઘટનામાં કંપનીના માલિકો તેમજ મેનેજર દોડી આવ્યા છે,સમગ્ર મામલામાં પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને કંપનીના માલિકની પૂછપરછ પણ કરી છે.કંઈ રીતે અચાનક દીવાલ ધરાશાયી થઈ તેની માહિતી સામે આવી નથી તે માહિતી FSL રીપોર્ટ આવશે ત્યારબાદ જ નક્કી થઈ શકે,કંપની તરફથી મૃતકોને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી,મૃતકના પરિવારોના સભ્યમાં આક્રોશ જોવા મળ્યો છે અને આંખમાંથી આંસુ સુકાતા નથી એવી સ્થિતિનું સર્જન થયું છે.  

Mehsanaના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના નિપજયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના કડીના જાસલપુર નજીક દુર્ઘટના બની છે જેમાં કંપનીમાં ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકોના મોત થયા છે.માટીની ભેખડ ધસી પડવાથી અમુક શ્રમિકો હજી પણ દટાયા છે,ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.દિવાલ બનાવતી વખતે અચાનક ભેખડ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.હાલમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો છે અને મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

ખાનગી કંપનીમાં બની ઘટના

મહેસાણાના કડીના જાસલપુર નજીક મોટી દુર્ઘટના બની છે જેમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ અને શ્રમિકો કામ કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 5 શ્રમિકો દટાયા હતા,ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને ભેખડ દૂર કરતા 5 શ્રમિકોના મૃતદેહ જ મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સાથે સાથે હજી પણ કેટલાક શ્રમિકો દટાયા હોવાની વાત સામે આવી રહી છે.ત્યારે મૃત્યુઆંક કેટલા પર પહોંચે તે નક્કી નથી.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.હાલ જેટલા મૃતદેહો બહાર નીકળ્યા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,બીજા જે શ્રમિકો છે તેમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.શ્રમિકો બહારના રાજયના હોવાની વાત સામે આવી છે અને તેઓ મજૂરી અર્થે મહેસાણા આવ્યા હતા.ઘટનાની જાણ થતાની સાથે મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

કંપનીએ મૃતકો માટે નથી જાહેર કરી સહાય

સમગ્ર ઘટનામાં કંપનીના માલિકો તેમજ મેનેજર દોડી આવ્યા છે,સમગ્ર મામલામાં પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને કંપનીના માલિકની પૂછપરછ પણ કરી છે.કંઈ રીતે અચાનક દીવાલ ધરાશાયી થઈ તેની માહિતી સામે આવી નથી તે માહિતી FSL રીપોર્ટ આવશે ત્યારબાદ જ નક્કી થઈ શકે,કંપની તરફથી મૃતકોને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી,મૃતકના પરિવારોના સભ્યમાં આક્રોશ જોવા મળ્યો છે અને આંખમાંથી આંસુ સુકાતા નથી એવી સ્થિતિનું સર્જન થયું છે.