Mandal: નગરમાં વસંત પંચમીના પાવન પર્વે ખંભલાય માતાજીના પાટોત્સવની ઉજવણી
માંડલ ખાતે આવેલ કુત્સસ ગૌત્રના કુળદેવી શ્રી ખંભલાય માતાજીના પ્રાગટય દિવસ વસંતપંચમીના રોજ દર વર્ષની જેમ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે માતાજીના મંદિરમાં વિદેશી ફૂલોથી અદ્દભુત ડેકોરેશન તેમજ નવા વસ્ત્ર્રોથી, આભુષણો, અલંકારોથી માતાજીનું સ્વરૂપ દિવ્યમાન બન્યું હતું.રવિવારે વહેલી સવારે માતાજીના કપાટ ખુલતાં માઈભક્તોનો દર્શન માટેનો ધસારો જોવા મળ્યો હતો. આજના પવિત્ર દિને માતાજીનું મહાપુજન, મહાઆરતી તેમજ કેક કાપીને લાડુનો પ્રસાદ સહિત અન્નકુટ ધરાવાયો હતો. ત્યારબાદ લોકોની દર્શન માટેની ભીડ વધતી જતી હતી ત્યારે બીજી બાજુ સંસ્થા દ્વારા ઉતિર્ણ વિદ્યાર્થીઓ, લગ્નજીવનના 50 વર્ષ પુર્ણ કરેલ વડીલો, દાદા-દાદીઓ, શ્રેષ્ઠ સેવા કરનાર સૌ કુત્સસ ગૌત્રના ભાઈ-બહેનોનું સંસ્થા દ્વારા મેડલ,સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું તેમજ લકી ડ્રોનું પણ આયોજન કરાયું જેમાં વિજેતા યજમાનોને નવચંડીમાં બેસવાનો લાભ, ધ્વજારોહણ,માતાજી અને મૃત્યુંજય મહાદેવને થાળ ધરાવવાનો પણ લ્હાવો મળ્યો હતો. આ વસંત પંચમીએ માતાજીની પાળે સુરેન્દ્રનગર, સાણંદ, અમદાવાદ શહેર તેમજ જિલ્લામાંથી માઈભક્તો વર્ષોથી સંઘ લઈને આવે છે જે સંઘયાત્રીઓનું પણ સ્વાગત સન્માન કરાયું હતું. ત્યારબાદ મંદિર શીખર ઉપર ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું હતું માતાજીના પાટોત્સવની ઉજવણીમાં દર્શન માટે દેશ-દેશાવરમાંથી હજારો માઈભક્તો ઉમટી પડયાં હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માંડલ ખાતે આવેલ કુત્સસ ગૌત્રના કુળદેવી શ્રી ખંભલાય માતાજીના પ્રાગટય દિવસ વસંતપંચમીના રોજ દર વર્ષની જેમ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે માતાજીના મંદિરમાં વિદેશી ફૂલોથી અદ્દભુત ડેકોરેશન તેમજ નવા વસ્ત્ર્રોથી, આભુષણો, અલંકારોથી માતાજીનું સ્વરૂપ દિવ્યમાન બન્યું હતું.
રવિવારે વહેલી સવારે માતાજીના કપાટ ખુલતાં માઈભક્તોનો દર્શન માટેનો ધસારો જોવા મળ્યો હતો. આજના પવિત્ર દિને માતાજીનું મહાપુજન, મહાઆરતી તેમજ કેક કાપીને લાડુનો પ્રસાદ સહિત અન્નકુટ ધરાવાયો હતો. ત્યારબાદ લોકોની દર્શન માટેની ભીડ વધતી જતી હતી ત્યારે બીજી બાજુ સંસ્થા દ્વારા ઉતિર્ણ વિદ્યાર્થીઓ, લગ્નજીવનના 50 વર્ષ પુર્ણ કરેલ વડીલો, દાદા-દાદીઓ, શ્રેષ્ઠ સેવા કરનાર સૌ કુત્સસ ગૌત્રના ભાઈ-બહેનોનું સંસ્થા દ્વારા મેડલ,સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું તેમજ લકી ડ્રોનું પણ આયોજન કરાયું જેમાં વિજેતા યજમાનોને નવચંડીમાં બેસવાનો લાભ, ધ્વજારોહણ,માતાજી અને મૃત્યુંજય મહાદેવને થાળ ધરાવવાનો પણ લ્હાવો મળ્યો હતો. આ વસંત પંચમીએ માતાજીની પાળે સુરેન્દ્રનગર, સાણંદ, અમદાવાદ શહેર તેમજ જિલ્લામાંથી માઈભક્તો વર્ષોથી સંઘ લઈને આવે છે જે સંઘયાત્રીઓનું પણ સ્વાગત સન્માન કરાયું હતું. ત્યારબાદ મંદિર શીખર ઉપર ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું હતું માતાજીના પાટોત્સવની ઉજવણીમાં દર્શન માટે દેશ-દેશાવરમાંથી હજારો માઈભક્તો ઉમટી પડયાં હતાં.