Mandal : ટ્રેન્ટમાં નવનિર્મિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : દેશ-વિદેશથી હરિભક્તો ઉમટયાં

Nov 27, 2026 - 03:00
Mandal : ટ્રેન્ટમાં નવનિર્મિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : દેશ-વિદેશથી હરિભક્તો ઉમટયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના ટ્રેન્ટ નગરમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન પ્રેરિત શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદિરમાં નવનિર્માણ મુર્તિ પ્રતિષ્ઠા મહામહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિને તા.રપમીએ નૂતન મંદિર દ્વારની ઉદ્દઘાટન વિધિ યોજાઈ હતી. ભાઈ-બહેનો બંનેના મંદિરના દ્વાર ઉદ્દઘાટનના યજમાનો દ્વારા મંદિરના દિવ્ય દ્વારને ખુલ્લાં મુકવામાં આવ્યાં હતાં. તેમજ સાંજે 6.30 કલાકે મહિલા ઉત્કર્ષ શિબીર પણ યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે તા.26મીને ગુરૂવારે વહેલી સવારે મંગળા આરતીથી મહામહોત્સવનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આગળના પ્રસંગોમાં મંદિરેથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, લંડનની મધુર સુરાવલિઓ દ્વારા વાજતેગાજતે, ભક્તિગીતો અને જયઘોષ સાથે ઉત્સાહભેર સંતો, મહંતો, યજમાનો-દાતાઓ અને દેશ, વિદેશથી પધારેલા હરિભક્તો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો, ભક્તજનોએ એકસાથે સભામંડપમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત મહોત્સવ અંતર્ગત સત્સંગ કથાનો પણ પ્રારંભ કરાયો હતો. કથામાં વ્યાસપીઠ ઉપરથી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ બિરાજમાન છે. આ પ્રસંગે ટ્રેન્ટના સરપંચ ગણપતભાઈ પટેલ, અગ્રણીઓમાં ભાજપના અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, મહેશભાઈ બી. પટેલ, નવદિપભાઈ ડોડીયા, રાજુભાઈ પટેલ(ટ્રેન્ટ), પ્રમોદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન અમુભાઈ પટેલ, ભાજપ સંગઠન માંડલના પ્રમુખ નિતીન પટેલ, વરૂણ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંદિર પરિસરમાં ડો.પંકજભાઈ પટેલ પ્રેરિત ફુલ્કી જનસેવા હોસ્પિટલ, સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાઈ રહ્યો છે. મહોત્સવમાં આજે શુક્રવારે નગરયાત્રા સહિતના ધાર્મિક પ્રસંગો યોજાવાના છે. જ્યારે શનિવારે મંદિરમાં મુર્તિ પ્રતિષ્ઠાની વિધિઓ યોજાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0