Ahmedabad News: ખોટા વીડિયો ઉતારી બ્લેકમેલ કરવાનો ધંધો ફેલ, 'વોઈસ ઓફ વિરમગામ'ના તંત્રી કનુ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાતા ચકચાર!

Nov 27, 2026 - 00:30
Ahmedabad News: ખોટા વીડિયો ઉતારી બ્લેકમેલ કરવાનો ધંધો ફેલ, 'વોઈસ ઓફ વિરમગામ'ના તંત્રી કનુ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાતા ચકચાર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ વિસ્તારમાંથી પત્રકારત્વની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 'વોઈસ ઓફ વિરમગામ ન્યૂઝ' (Voice of Viramgam News) ના તંત્રી કનુ સોલંકી શ્રીવાસ્તવ વિરુદ્ધ સત્તાવાર રીતે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. અનાજના સ્થાનિક વેપારી નાહીદહુસેન વોરા દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદથી પત્રકાર આખામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વીડિયો ડિલીટ કરવાના રૂપિયા 40,000 અને માસિક હપ્તાની માગ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી તંત્રી દ્વારા અનાજના વેપારીના ગોડાઉન અને દુકાનનો ગુપ્ત રીતે વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા કે ન્યૂઝમાં વાયરલ ન કરવા અને ડિલિટ કરવાના બદલામાં તંત્રી દ્વારા અટકળો લગાવીને રૂપિયા 40,000 ની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, જો આગળ પણ અનાજનો ધંધો સુખરૂપ ચાલુ રાખવો હોય તો દર મહિને નિયમિત રીતે રૂપિયા 5,000 નો હપ્તો આપવો પડશે, તેવી ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.


મોબાઈલ લૂંટ અને એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ધમકી

વેપારીને માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ ફસાવવાના પેંતરા રચવામાં આવ્યા હતા. આરોપી પત્રકાર દ્વારા વેપારીને મોબાઈલ લૂંટ તેમજ એટ્રોસિટી જેવા ગંભીર કેસોમાં ખોટી રીતે ફસાવી દેવાની અને વીડિયો બતાવીને જાહેરમાં બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનારા વેપારીએ હિંમત દાખવીને વિરમગામ ટાઉન પોલીસ મથકનો આશરો લીધો હતો, જ્યાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Ahmedabad News: બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો, દબાણ હટાવવા ગયેલી પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0