Makar Sankranti 2025: ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી, વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર
આજે ગુજરાત સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિનાં દિવસે ભગવાનનાં દર્શન કરી દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. મકરસંક્રાતિનાં પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇન જોવા મળી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર, શક્તિપીઠ અંબાજી અને ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભગવાનનાં વિશેષ શણગારનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.ભગવાન જગન્નાથને કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી શૃંગાર ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદનાં સૌથી મોટા જગન્નાથજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી ભગવાનનો શૃંગાર કરવામાં આવ્યો છે. જ્યારે, મંદિરને પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગૌ માતાને ઘાસચારો ખવડાવવા માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે.મેમદાબાદમાં સિદ્ધિવિનાયક મંદિરે સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવાઈએશિયાનાં સૌથી મોટા ગણપતિ મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દેવસ્થાનમાં સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવવામાં આવી છે. મંદિર પરિસર પાસે 21 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈનો પતંગ અને 10 ફૂટની ફીરકી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ધરાવેલી નાના પતંગ અને ફીરકી બાળકોને આપવામાં આવ્યા છે. મંદિરનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.અંબાજી મંદિરે પતંગોથી શણગારબનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે ઉત્તરાયણ નિમિત્તે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાને પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માનાં ભક્તોએ નાની-મોટી પતંગોથી મંદિરને શણગાર્યું છે. જણાવી દઈએ કે, દરેક પતંગો પર 'જય અંબે' લખવામાં આવ્યું છે. આજનાં દિવસે દૂર-દૂરથી ભક્તો માતાજીનાં દર્શનાર્થે મંદિર આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે ગુજરાત સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિનાં દિવસે ભગવાનનાં દર્શન કરી દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. મકરસંક્રાતિનાં પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇન જોવા મળી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર, શક્તિપીઠ અંબાજી અને ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભગવાનનાં વિશેષ શણગારનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
ભગવાન જગન્નાથને કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી શૃંગાર
ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદનાં સૌથી મોટા જગન્નાથજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી ભગવાનનો શૃંગાર કરવામાં આવ્યો છે. જ્યારે, મંદિરને પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગૌ માતાને ઘાસચારો ખવડાવવા માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે.
મેમદાબાદમાં સિદ્ધિવિનાયક મંદિરે સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવાઈ
એશિયાનાં સૌથી મોટા ગણપતિ મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દેવસ્થાનમાં સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવવામાં આવી છે. મંદિર પરિસર પાસે 21 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈનો પતંગ અને 10 ફૂટની ફીરકી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ધરાવેલી નાના પતંગ અને ફીરકી બાળકોને આપવામાં આવ્યા છે. મંદિરનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.
અંબાજી મંદિરે પતંગોથી શણગાર
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે ઉત્તરાયણ નિમિત્તે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાને પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માનાં ભક્તોએ નાની-મોટી પતંગોથી મંદિરને શણગાર્યું છે. જણાવી દઈએ કે, દરેક પતંગો પર 'જય અંબે' લખવામાં આવ્યું છે. આજનાં દિવસે દૂર-દૂરથી ભક્તો માતાજીનાં દર્શનાર્થે મંદિર આવ્યા છે.