Mahisagar News: CDMOની સરપ્રાઈઝ વિઝિટમાં સ્ટાફની બેદરકારી સામે આવી, બે ડોક્ટરોને નોટિસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી સરકારી તંત્રની પોલ ખોલતા અને અધિકારીની કડક કાર્યવાહીના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ગરીબ દર્દીઓને યોગ્ય સુવિધા મળે છે કે નહીં અને સમયસર સારવાર ઉપલબ્ધ થાય છે કે નહીં, તે ચકાસવાના હેતુથી ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા એકાએક સરપ્રાઈઝ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે સવા નવ વાગ્યા સુધી સરકારી દવાખાનાના તાળા જ ન ખૂલ્યા!
મુખ્ય આરોગ્ય અધિકારીએ વહેલી સવારે વરધરી અને ગુથલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. જોકે, સવારના 9:15 વાગ્યા થઈ ગયા હોવા છતાં વરધરી પીએચસી સેન્ટરના તાળા પણ ખૂલ્યા ન હતા. સરકારી સમય થઈ ગયો હોવા છતાં સમગ્ર હોસ્પિટલ બંધ હાલતમાં જોવા મળતા ઉચ્ચ અધિકારી ભારે આશ્ચર્યમાં મુકાયા હતા અને લાલઘૂમ થઈ ગયા હતા.
દર્દીઓ કતારમાં ઉભા હતા અને ડોક્ટરો 10 વાગ્યે આવતા હોવાનો પર્દાફાશ
અધિકારી જ્યારે પીએચસી સેન્ટર પર પહોંચ્યા ત્યારે અનેક લાચાર દર્દીઓ વહેલી સવારથી સારવાર મેળવવા માટે હોસ્પિટલની બહાર લાંબી કતારો લગાવીને ઉભા હતા. હોસ્પિટલ બંધ હોવા છતાં સ્ટાફ અને ડોક્ટરો ગેરહાજર હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ જ્યારે બહાર ઉભેલા દર્દીઓની પૂછપરછ કરી, ત્યારે ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે, અહીંના ડોક્ટરો રોજ સવારે આરામથી 10 વાગ્યે આવે છે, જેના કારણે દરરોજ દર્દીઓને કલાકો સુધી હેરાન થવું પડે છે.
કચેરી બહાર જ સ્ટાફનો લીધો ઉધડો, બેદરકાર ડોક્ટરોને ખુલાસો કરવા આદેશ
આ ગંભીર બેદરકારી જોઈને મુખ્ય આરોગ્ય અધિકારીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ડોક્ટર અને અન્ય સ્ટાફ જેવા કચેરીએ પહોંચ્યા કે તરત જ અધિકારીએ હોસ્પિટલની બહાર જ જાહેરમાં તેમનો જોરદાર ઉધડો લીધો હતો અને ફરજ પ્રત્યેની આવી લાપરવાહી બદલ કડક શબ્દોમાં ખખડાવ્યા હતા. આ સમગ્ર મામલે ત્વરિત કડક પગલાં લેતા અધિકારીએ વરધરી અને ગુથલી પીએચસી સેન્ટર પર ફરજ બજાવતા બંને બેદરકાર ડોક્ટરોને ખુલાસો પૂછતી કારણદર્શક નોટિસ ફટકારી છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર આરોગ્ય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Mahisagar: વીરપુરના લીંબરવાડામાં ખેડૂતના દીકરા સાથે લગ્ન રચી રાજસ્થાનની ગેંગ 1.50 લાખ પડાવી ફરાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

