Mahisagar News: કડાણામાં જાન પહોંચે તે પહેલાં જ તંત્ર ત્રાટક્યું, બે માસૂમ બાળકીઓના બાળ લગ્ન અટકાવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચલિત કુરિવાજ સમાન બાળ લગ્નનો મામલો સામે આવ્યો હતો. જોકે, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સતર્કતાને કારણે બે સગીરાઓના લગ્ન થતા અટકાવી દેવામાં આવ્યા છે. જાન લઈને વરરાજા કન્યાના દ્વારે પહોંચે તે પહેલા જ સરકારી તંત્રની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે બાળકીઓના લગ્નનું હતું આયોજન
પ્રાપ્ત વિગતો અનુસાર, કડાણા તાલુકાના એક ગામમાં બે સગીર વયની બાળકીઓના લગ્ન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. બપોર બાદ લગ્ન વિધિ સંપન્ન થવાની હતી અને પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને આ અંગેની ગુપ્ત માહિતી મળી હતી. માહિતી મળતા જ અધિકારી અને તેમની ટીમ તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
પરિવારજનોને સમજાવી લેખિત બાંયધરી લેવાઈ
ટીમે સ્થળ પર પહોંચીને બંને બાળકીઓના વય મર્યાદાના પુરાવાઓ તપાસ્યા હતા, જેમાં બંને સગીર હોવાનું સાબિત થયું હતું. તંત્રએ કાયદાકીય જોગવાઈઓ સમજાવીને લગ્ન અટકાવ્યા હતા. જાન ઘરે આવે તે પહેલા જ તંત્રની એન્ટ્રી થતા લગ્નનો માહોલ અટકી ગયો હતો. બાળ લગ્ન કરાવવા બદલ થતી કડક સજાની સમજ આપતા પરિવારજનો પણ પોતાની ભૂલ સ્વીકારી હતી. મહીસાગર જિલ્લામાં તંત્ર દ્વારા લેવામાં આવેલા આ ત્વરિત પગલાને કારણે બે બાળકીઓનું ભવિષ્ય રોળાઈ જતું બચી ગયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

