Mahisagar:સસ્તા અનાજની દુકાન સંચાલકની કામગીરી સામે ગ્રાહકોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંતરામપુર તાલુકાના સુરપુર ગામે આવેલી સસ્તા અનાજ સરકારી દુકાનમાં નિયમિત રૂપે અનાજ અને કૂપન રેશનકાર્ડ ગ્રાહકોને ના આપતાં દુકાન સંચાલક વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો દુકાન પાસે ભેગા થઈ દુકાનદારની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સુરપુર ગામે સસ્તા અનાજની દુકાન પરથી નિયમિત અનાજનો જથ્થો મળતો નહીં હોવાની ઘણા સમયથી ફરિયાદો હતી, દરમિયાન આજે સવારે ફરી કાર્ડધારકોને અનાજ નહીં મળતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાનદાર દુકાને સતત ગેરહાજર રહે છે અને ગ્રાહકોને તેમના હકનું અનાજ તથા કૂપન પણ આપતો નથી. અને દુકાનદારનું વર્તન ગ્રાહકો સાથે યોગ્ય ના હોઈ ગ્રાહકોએ દુકાનદાર વિરુદ્ધ હલ્લાબોલ મચાવ્યો હતો. આ ઘટના અંગે મામલતદાર તથા પ્રાંત અધિકારીને ટેલિફોનિક રજુઆત કરાતાં, સ્થાનીક તંત્ર એકશનમાં આવ્યું હતું, તેમજ મામલતદાર તથા નાયબ પુરવઠા મામલતદારની ટીમ સરપંચ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ બંને પક્ષોની રજુઆત સાંભળી અને દુકાનના સંચાલકને તાકીદ કરી આવતીકાલથી તમામ ગ્રાહકોને પૂરતું અનાજ અને કૂપન આપવા સુચના આપી હતી. તેમજ હવે પછી કોઈ ફરિયાદ આવશે તો દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવશેનું જણાવતાં મામલો શાંત પડયો હતો. તંત્ર દ્વારા ગ્રામજનોને પણ હવે પછી સમયસર અનાજ મળવાની ખાતરી આપવામાં આવી હતી.
What's Your Reaction?






