Ahmedabad: 34મી જી. વી. માવળંકર શૂટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 4600 ખેલાડીઓ લેશે ભાગ
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શૂટિંગની રમતને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના રાયફલ ક્લબ ખાતે આજે 34મી ઓલ ઇન્ડિયા જી. વી. માવળંકર શૂટિંગ ચેમ્પિયનશિપનો ભવ્ય શુભારંભ થયો છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓલ ઇન્ડિયા જી.વી માલવણકર શૂટિંગ ચેમ્પિયનશિપ
આ 10મી વાર છે જ્યારે અમદાવાદ રાયફલ ક્લબ આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે. આ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 4600જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે ક્લબમાં રહેલા ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ કરીને ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત અને ગુજરાતમાં રમતગમત માળખાના વિકાસ પર ભાર મૂક્યો હતો.
અમદાવાદના રાયફલ ક્લબમાં યોજાશે ચેમ્પિયનશિપ
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતમાં ખેલાડીઓ માટે એશિયાનું સૌથી શ્રેષ્ઠ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે આ સ્ટેડિયમના નિર્માણ માટે ખાતમુહૂર્તથી લઈને લોકાર્પણ સુધી ડે-બાય-ડે ફોલો-અપ અને મિટિંગ્સ લેવામાં આવતી હતી. સંઘવીએ ચેમ્પિયનશિપમાં હાજર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ ગુજરાતની મહેમાનગતિની પરંપરાને યાદ કરીને કહ્યું હતું કે, "ગુજરાત મહેમાનગતિ માટે જાણીતું છે, પરંતુ જો કોઈ નાની-મોટી ક્ષતિ રહી જાય તો હું માફી માંગુ છું." આ ચેમ્પિયનશિપ શૂટિંગના ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
