Gujarat News: ચોરી કરવાનું બંધ કર્યું હતું અને મિત્રના કહેવાથી ફરીથી અંજામ આપ્યો, માત્ર 6 મહિનામાં 32 વાહનો ચોર્યા
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોરીના સંખ્યાબંધ ગુના આચારનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આરોપીની પૂછપરછમાં વાહન ચોરીના 10 ગુનાનો ભેદ ઉકેલાયો અને 32 વાહનો કબજે કરવામાં આવ્યા છે.ચોરી છોડી ચૂકેલા આરોપીએ મિત્રના કહેવાથી ફરી એક વખત ચોરીને અંજામ આપવાનો શરૂ કર્યો અને તે પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે ચોરી કરેલા અન્ય વાહનો કબ્જે કરવા અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 32 વાહનો ચોર્યા
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે કહ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંબાલાલ ઉર્ફે અમૃત રાવળ છે. જે મૂળ હિંમતનગરનો રહેવાસી અને અમદાવાદના હીરાવાડીમા ભાડે મકાન રાખી રહેતો હતો. પરંતુ છેલ્લા છ મહિનામાં તેને અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં 32 જેટલા વાહનોની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. આરોપી સવારે 8 થી 10ના સમયમાં મંદિર અને જાહેર પાર્કિંગમાં મુકાયેલા વાહનોને ટાર્ગેટ કરતો અને તેની પાસે રહેલી માસ્ટર કી વડે વાહનોની ચોરી કરી ફરાર થઈ જતો હતો. ચોરીના વાહન પણ તે જ છુપાવી પણ રાખતો હતો.પોલીસે તપાસ દરમિયાન 10 જેટલા વાહનો ખરીદનાર માલિકો પાસેથી કબ્જે કર્યા છે.
છ મહિનામાં 32 ગુનાને અંજામ આપ્યો
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે કહ્યું હતું કે, પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે વર્ષ 2023માં વાહન ચોરીના ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ચોરી કરવાનુ બંધ કરી દીધું હતું. પરંતુ ફરાર આરોપી રાકેશ શાહના કહેવાથી તેણે ફરી એક વખત ચોરીમાં હાથ અજમાવ્યો અને છ મહિનામાં 32 ગુનાને અંજામ આપ્યો. રાકેશ ચોરીના વાહનો ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્યુમેન્ટ વિના સસ્તા ભાવે વેચી દેતો હતો. ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરનાર આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે તે દર મહિને પાંચથી છ વાહનોની ચોરી કરતો હતો. કોઈપણ પ્રકારની રેકી કર્યા વિના પાર્કિંગ અથવા તો મંદિરમાં રહેલા વાહનો મળતા તેને ચોરી કરી દેહગામ તરફ લઈ જઈ સહ આરોપીને આપી દેતો હતો.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
