મહીસાગર જીલ્લામાં જળ અને જોરુના ઝગડામાં કરાઈ કરપીણ હત્યા અને સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.ત્યારે કંઈ રીતે આરોપી ઝડપાયો તેને લઈ વાંચે વિગતે સ્ટોરી.
પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે ગામના જ એક વ્યક્તિએ નિર્દયતાથી એક 55 વર્ષીય સોમાભાઈ ખાંટની હત્યા કરી નાખી અને હત્યા કરી તમામ પુરાવાઓ નાશ કરવાનો કર્યો હતો પોલીસે માત્ર 24 કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી અરજણભાઈ ખાંટની ધરપકડ કરી છે. સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે 30 તારીખની વહેલી સવારે એક 55 વર્ષીય સોમભાઈ ખાંટની ખેતર માંથી મોઢા તેમજ માથા ના ભાગે ગંભીર ઇજાઓ સાથે લાશ મળી આવી હતી સ્થાનિક લોકો દ્વારા સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી સોમાભાઈ ખાંટના મૃતદેહને પેનલ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
ગ્રામજનોની કરી હતી પૂછપરછ
સંતરામપુર પોલીસે મૃતદેહ પરના ઘા જોઈ હત્યા થઈ હોવાની આશંકાએ અલગ અલગ ટીમો બનાવી તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગામ લોકોની પૂછ પરછ કરતા તેમજ સ્થાનિક વિસ્તારમાં તપાસ હાથ ધરતા અરજણભાઈ ખાંટ નામના વ્યક્તિ દ્વારા હત્યા કરી હોવાની માહિતી મળતા સંતરામપુર પોલીસ દ્વારા અરજનભાઈની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી સમગ્ર બાબતનો પર્દાફાશ થતા સ્થાનિક ગામમાં પણ હડકપ મચી ગયો હતો.
હત્યાબાદ મૃતકનો ફોન સળગાવી દીધો
જોકે હત્યા નું કારણ બોરના પાણીની લેવડ દેવડ અંગે થઈ હોવાની વાત સામે આવી છે.ત્રણ ચાર દીવસ પહેલાં બોલાચાલી થઈ હતી તેમજ સોમભાઈ ખાંટની પુત્રવધુ પર કુદ્રષ્ટિને લઈ જુની અંગત અદાવત રાખી અરજણભાઈ ખાંટ દ્વારા તેમને ખેતરમાં ધારીયા વડે મો તેમ જ માથાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા જોકે ત્યાર બાદ હત્યારા દ્વારા સોમાભાઈ ખાંટની સાઇકલ તેમજ તિક્ષણ હથિયાર છુપાવવાનો પ્રયત્ન કરી પુરાવા નાશ કરવાનો પ્રયતન કરવામાં આવ્યો જેમાં આરોપી દ્વારા મોબાઇલને સળગાવી દેવામાં આવ્યો અને સાયકલ નજીકના કુવા માં ફેંકી દેવામાં આવી હતી જોકે પોલીસની કડક પૂછપરછ બાદ આરોપી પાસેથી સમગ્ર મુદામાલ રિકવરી કરવામાં આવી છે.