Mahesana: રામોસણા નજીક અકસ્માતમાં ઘાયલ રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડી સામાન સોંપાયો

Mar 16, 2026 - 06:30
Mahesana: રામોસણા નજીક અકસ્માતમાં ઘાયલ રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડી સામાન સોંપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના રામોસણા ચાર રસ્તા પાસે રીક્ષા અને જેસીબી મશીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા ચાલકને ઈજા થતા 108ની ટીમે સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો.અકસ્માત સ્થળ પરથી 108ની ટીમેને એક મોબાઈલ, રીક્ષાની ચાવી અને અન્ય વસ્તુઓ મળી આવ્યા હતા.મોબાઈલ સહિતનો સામાન કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વિના 108ના કર્મચારીઓએ હોસ્પિ.માં ફરજ પરના તબીબને સોંપીને પ્રમાણિક્તા બતાવી હતી.

મહેસાણા 108ના જિલ્લા અધિકારી હરેશ વાણિયાના જણાવ્યા મુજબ મહેસાણાના રામોસણા ચોકડી પાસે રીક્ષા ચાલક વિશાલ દશરથભાઈ રાવલે પોતાની રીક્ષા એક જેસીબી મશીન સાથે અથડાવી હતી.

આ અકસ્માતમાં રીક્ષા ચાલકને પગ અને દાઢીના ભાગે ઈજા પહોચી હોય 108 મારફ્ત રીક્ષા ચાલકને મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. 108ની ટીમને અકસ્માત સ્થળ પરથી રીક્ષાની ચાવી, મોબાઈલ, આધાર કાર્ડ સહિતનો સામાન મળ્યો હતો. રીક્ષા ચાલક સાથે તેના પરિવારના કોઈ જ સભ્ય હાજર ન હોય 108ની ટીમ દ્વારા સિવિલમાં ફરજ પરના તબીબને રીક્ષા ચાલકનો ફોન સહિતનો સામાન સોંપી પ્રમાણિકતા દર્શાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0