Mahesana : મહેસાણાના 76 થી વધુ દર્દીઓને મળી નવી દૃષ્ટિ

Sep 25, 2026 - 06:30
Mahesana : મહેસાણાના 76 થી વધુ દર્દીઓને મળી નવી દૃષ્ટિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76 મા જન્મદિન નિમિત્તે પી.એલ.પી. જનસેવા ફાઉન્ડેશન અને ખોડિયાર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 76 થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરાવી તેમને નવી દૃષ્ટિ અપાઈ હતી. રામ સેવા સમિતિના આર.એસ. શેખાવતના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરાયો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિભાઈ એલ. પટેલના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં ટી એસોસિયેશનના પ્રમુખ રમણભાઈ પટેલ, વેદમાતા બાલ પરિવાર હોસ્પિટલના પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, ટ્રસ્ટી પ્રવીણભાઈ ભાવસાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી વડાપ્રધાનના જન્મદિવસે મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ યોજાય છે.

અત્યાર સુધીમાં 500 થી વધુ ગરીબ દર્દીઓના સફ્ળતાપૂર્વક મોતિયાના ઓપરેશન કરાયા છે. આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, હાડકાના રોગો, સ્ત્ર્રી કેન્સર નિદાન કેમ્પ, ગરીબોને ભોજન અને મીઠાઈ વિતરણ, બાળકોને ચીક્કી વિતરણ તથા વૃક્ષારોપણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0