MahaShivratri મેળાને લઈ વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Feb 22, 2025 - 11:00
MahaShivratri મેળાને લઈ વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં યોજાઈ રહેલા “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે
01-ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23.02.2025 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.

02-ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે.

03-ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0