Lunawada: બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.27મીએ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગઈકાલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, દરેક માં-બાપને તેમના બાળકો પ્રત્યે અપેક્ષા હોય છે કે તેમના બાળકો ભણી ગણી આગળ વધી દેશનું અને ગામનું નામ રોશન કરે બાળકો શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાનો સમય છે ત્યારે બાળકોએ ગેરમાર્ગે ન જાય તે ખૂબ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં આજુ બાજુ કોઈ બાળ લગ્ન થતાં હોય તો તે તરફ્ જિલ્લા વહીવટી તત્રનું ધ્યાન દોરવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશ પંચાલે ઉપસ્થિત બાળકોને કાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. ઉપસ્થિતિ મહાનુભાવોએ બાળલગ્ન મુક્ત ભારત અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધીકારી મૈત્રીબેન, શાળાના ટ્રસ્ટી હીરાભાઈ પટેલ સહિત શાળાના શિક્ષણ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Lunawada: બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.27મીએ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગઈકાલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, દરેક માં-બાપને તેમના બાળકો પ્રત્યે અપેક્ષા હોય છે કે તેમના બાળકો ભણી ગણી આગળ વધી દેશનું અને ગામનું નામ રોશન કરે બાળકો શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાનો સમય છે ત્યારે બાળકોએ ગેરમાર્ગે ન જાય તે ખૂબ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં આજુ બાજુ કોઈ બાળ લગ્ન થતાં હોય તો તે તરફ્ જિલ્લા વહીવટી તત્રનું ધ્યાન દોરવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશ પંચાલે ઉપસ્થિત બાળકોને કાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. ઉપસ્થિતિ મહાનુભાવોએ બાળલગ્ન મુક્ત ભારત અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધીકારી મૈત્રીબેન, શાળાના ટ્રસ્ટી હીરાભાઈ પટેલ સહિત શાળાના શિક્ષણ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.