Lunavada: લુણાવાડાના પટ્ટન અને ચનપુરના રસ્તા પર છોડાતાં ગંદા પાણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લુણાવાડા તાલુકાના પટ્ટનથી ચનપુર જવાના મુખ્ય રસ્તા પર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા નાહવા-ધોવાનું પાણી તેમજ તબેલાઓની ગંદકી રોડ પર ખુલ્લી છોડી દેવામાં આવી રહી છે, જેના કારણે આ વિસ્તારમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ રસ્તા પર સતત વહેતા ગંદા પાણીના કારણે રોડ પર કાદવ-કીચડ અને લીલ વળી જવાની સમસ્યા સર્જાઈ છે, જેના પરિણામે અવર-જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજની વેળાએ પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે અગાઉ ગામના સરપંચને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ છે. પરંતુ, સરપંચ દ્વારા આ બાબતે કોઈ જ સંતોષકારક પગલાં કે કાયમી ઉકેલ લવાયો નથી, જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

