Loksabha Election: સુરતમાં સીઆર. પાટીલ સામે આચારસંહિતાના ભંગ મામલે ફરિયાદ થઇ

સી.આર.પાટીલે આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરી નવી છ ટ્રેન શરૂ કર્યાનું પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું સુરતમાં આચારસંહિતાના ભંગ મામલે ફરિયાદ થઇ છે. જેમાં સીઆર. પાટીલે આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેમાં રેલવે મંત્રીના આદેશથી નવી છ ટ્રેન શરૂ કર્યાનું પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેવી કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા ફરિયાદ કરવામાં આવી કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગત તા.14મીના રોજ રેલવે તંત્ર દ્વારા મુસાફરોના ધસારાને ખાળવા માટે 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેનો શ્રેય લેતા સી.આર પાટીલે પત્રકાર પરિષદ કરી હતી. ઉધના સ્થિત બીજેપી પક્ષના કાર્યાલયમાં પોતાની પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો. વર્તમાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના આગ્રહથી આ 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. બલવંત સુરતી દ્વારા ફરિયાદની નકલ રાજ્ય ચૂંટણી પંચ, નવસારી કલેકટર સહિત અન્યોને પણ મોકલવામાં આવી છે. ભાજપ દ્વારા ઝટપટ સ્ટીકર લાગવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુ અગાઉ પાટણ શહેર સહિત લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા મતદાન કરવાની અપીલ સાથેના જાહેર બેનરો વિવિધ સ્થળો પર લગાવ્યા હતા. બેનરમાં ચૂંટણી વિભાગના નિયમ મુજબ પ્રકાશકનું નામ ના હોય આદર્શ આચારસંહિતા ભંગ થતો હોવાની ફરિયાદ કરી બેનર ઉતરાવવાની માંગ કરી હતી. કોંગ્રેસની ફરિયાદ આધારે ચૂંટણી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થાય તે પૂર્વે જ ભાજપ દ્વારા લગાવેલા બેનરોમાં પ્રકાશકના નામના સ્ટીકર અલગથી ચોટાડ્યા હતા. પાટણ લોકસભા ભાજપ પ્રચાર સમિતિ દ્વારા પ્રકાશિત કર્યા હોવાના ઉલ્લેખ સાથે સ્ટીકર માર્યા છે. કોંગ્રેસની ફરીયાદ બાદ ભાજપ દ્વારા ઝટપટ સ્ટીકર લાગવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુ હતું.

Loksabha Election: સુરતમાં સીઆર. પાટીલ સામે આચારસંહિતાના ભંગ મામલે ફરિયાદ થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સી.આર.પાટીલે આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ
  • કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરી
  • નવી છ ટ્રેન શરૂ કર્યાનું પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું

સુરતમાં આચારસંહિતાના ભંગ મામલે ફરિયાદ થઇ છે. જેમાં સીઆર. પાટીલે આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેમાં રેલવે મંત્રીના આદેશથી નવી છ ટ્રેન શરૂ કર્યાનું પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેવી કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા ફરિયાદ કરવામાં આવી

કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગત તા.14મીના રોજ રેલવે તંત્ર દ્વારા મુસાફરોના ધસારાને ખાળવા માટે 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેનો શ્રેય લેતા સી.આર પાટીલે પત્રકાર પરિષદ કરી હતી. ઉધના સ્થિત બીજેપી પક્ષના કાર્યાલયમાં પોતાની પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો. વર્તમાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના આગ્રહથી આ 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. બલવંત સુરતી દ્વારા ફરિયાદની નકલ રાજ્ય ચૂંટણી પંચ, નવસારી કલેકટર સહિત અન્યોને પણ મોકલવામાં આવી છે.

ભાજપ દ્વારા ઝટપટ સ્ટીકર લાગવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુ

અગાઉ પાટણ શહેર સહિત લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા મતદાન કરવાની અપીલ સાથેના જાહેર બેનરો વિવિધ સ્થળો પર લગાવ્યા હતા. બેનરમાં ચૂંટણી વિભાગના નિયમ મુજબ પ્રકાશકનું નામ ના હોય આદર્શ આચારસંહિતા ભંગ થતો હોવાની ફરિયાદ કરી બેનર ઉતરાવવાની માંગ કરી હતી. કોંગ્રેસની ફરિયાદ આધારે ચૂંટણી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થાય તે પૂર્વે જ ભાજપ દ્વારા લગાવેલા બેનરોમાં પ્રકાશકના નામના સ્ટીકર અલગથી ચોટાડ્યા હતા. પાટણ લોકસભા ભાજપ પ્રચાર સમિતિ દ્વારા પ્રકાશિત કર્યા હોવાના ઉલ્લેખ સાથે સ્ટીકર માર્યા છે. કોંગ્રેસની ફરીયાદ બાદ ભાજપ દ્વારા ઝટપટ સ્ટીકર લાગવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુ હતું.