Local Body Elections 2026: શિસ્તભંગ બદલ જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયંતી સરવૈયા પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જસદણ તાલુકા ભાજપમાં ભડકો થયો છે. પક્ષના અધિકૃત ઉમેદવાર સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ રવજીભાઈ સરવૈયા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે.
ઉપપ્રમુખને બળવો પડ્યો ભારે
ઘટનાની વિગત મુજબ, જસદણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જે ઉમેદવારને મેન્ડેટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા, તેમની સામે જ પક્ષના હોદ્દેદાર જયંતીભાઈ સરવૈયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ દ્વારા સમજાવવા છતાં ઉમેદવારી પરત ન ખેંચતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચાલુ રાખતા આખરે ભાજપ હાઈકમાન્ડે કડક વલણ અપનાવ્યું છે.
જિલ્લા ભાજપમાં સોપો
ચૂંટણીના આડે જ્યારે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે તાલુકા સ્તરના મોટા ગજાના નેતા સામેની આ કાર્યવાહીથી જિલ્લા ભાજપના રાજકારણમાં સોપો પડી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં રહીને શિસ્તનો ભંગ કરનાર કે બળવો કરનાર કોઈપણ હોદ્દેદારને ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Navsari: ચીખલીના ટાંકલ પાસે ટ્રક કાર પર પલટી, માર્ગ-મકાન વિભાગની બેદરકારીએ સર્જ્યો ગંભીર અકસ્માત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

