Local Body Elections 2026 : લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે!

Apr 11, 2026 - 09:00
Local Body Elections 2026 : લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો ગ્લેમર તડકો જોવા મળી રહ્યો છે. ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ (રાજલ અલ્પેશભાઈ બાંભણીયા) હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉનાની પુત્રવધૂ એવી રાજલ બારોટ પર વિશ્વાસ મૂકીને તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ટિકિટ આપી છે.

રાજલ બારોટ આજે ફોર્મ ભરશે

ઉના પંથકમાં લોકપ્રિયતા ધરાવતા રાજલ બારોટ આજે વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. રાજલ બારોટ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ હોવાથી સ્થાનિક સ્તરે તેમને મોટું સમર્થન મળે તેવી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભુત્વના સમન્વય સાથે આ બેઠક જીતવા માટે ચોક્કસ રણનીતિ ઘડી છે.

ચૂંટણી વધુ રસપ્રદ બની

રાજલ બારોટની એન્ટ્રીથી ઉના નગરપાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ચાહકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, લોકસાહિત્ય અને ભજનોથી લાખો લોકોના દિલ જીતનાર રાજલ બારોટ રાજનીતિના અખાડામાં મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે.


આ પણ વાંચો---    Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો, આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભરાશે ઉમેદવારી ફોર્મ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0