Monsoon 2026 : અંબાજીમાં અડધો કલાકમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તા પર નદીઓ વહી, અનેક વાહનો તણાયા, Video

Jul 25, 2026 - 09:00
Monsoon 2026 : અંબાજીમાં અડધો કલાકમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તા પર નદીઓ વહી, અનેક વાહનો તણાયા, Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં માત્ર અડધો કલાકમાં તૂટી પડેલા મુસળધાર વરસાદે ચો તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. માત્ર 30 મિનિટમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર અંબાજી શહેર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવાં બિહામણાં દ્રશ્યો સામે આવ્યા છે.

દ્વિચક્રી વાહનો તણાવા લાગ્યા

માર્ગો પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને ચિંતાજનક હતો કે દુકાનો અને ઘરો આગળ પાર્ક કરેલાં અનેક દ્વિચક્રી વાહનો તણાવા લાગ્યા હતા. રસ્તા પર વહેતા પાણીમાં બાઈક અને સ્કૂટી રમકડાની જેમ તરતાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન એક દુકાનદાર પોતાની તણાતી સ્કૂટીને બચાવવા માટે જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહની પાછળ દોડતો પણ જોવા મળ્યો હતો.

    


લોકોમાં ભયનો માહોલ

અંબાજીમાં સર્જાયેલા આ વરસાદી કહેરના લાઈવ દ્રશ્યો નજીકની દુકાનો અને માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અચાનક આવેલી આ આકાશી આફતથી સ્થાનિક વેપારીઓ અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 


આ પણ વાંચો  :   Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0