Local Body Elections 2026: ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી માટે તંત્ર સજ્જ, જેસીપીથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત

Apr 27, 2026 - 14:30
Local Body Elections 2026: ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી માટે તંત્ર સજ્જ, જેસીપીથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ 28-04-2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના 21 વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચ અને પોલીસ પ્રશાસન દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.

થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા

મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર (ત્રણ સ્તરીય) પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પ્રથમ સ્તરે એસઆરપી (SRP) ના જવાનો,બીજા સ્તરે સ્થાનિક પોલીસ અને ત્રીજા સ્તરે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત રહેશે.કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિને સેન્ટરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ઉચ્ચ અધિકારીઓનું મોનિટરિંગ

સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને જોતા, સમગ્ર મતગણતરી સેન્ટર પર નજર રાખવા માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી સીસીટીવી કેમેરા દ્વારા દરેક હલચલ પર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં Joint CP (JCP), DCP, ACP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં રહેશે.અંદાજે 600થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે.21 વોર્ડના ભાવિનો ફેંસલો

ગુજરાત કોલેજ ખાતે નિર્ધારિત કરવામાં આવેલા સેન્ટરમાં 21 વોર્ડની મતગણતરી અલગ-અલગ ટેબલો પર હાથ ધરાશે. વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ સેન્ટર પર પહોંચવાનું શરૂ કરી દેશે. જેમ જેમ રાઉન્ડ પૂરા થશે તેમ તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોની સત્તા આવશે તેનું ચિત્ર સ્પષ્ટ થતું જશે.

આ પણ વાંચો: Surat: ગુજરાત સ્થાપના દિવસે VGRCની સુરત યજમાની કરશે, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને મળશે નવો વેગ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0