Surat News: વરાછામાં SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, ધોળા દિવસે કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની લૂંટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હીરાનગરી સુરતના હાર્દ સમાન વરાછા વિસ્તારમાં આજે ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના બની છે. વરાછામાં આવેલી SBI બેંકમાં પાંચ જેટલા હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ બેંકમાં ઘૂસતાની સાથે જ કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવી દીધા હતા, જેના કારણે બેંક પરિસરમાં ભયનો માહોલ ફેલાયો હતો. લૂંટારૂઓ અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.
હિન્દી ભાષી લૂંટારૂઓએ બેંક અને કેશ વાનને બનાવી નિશાન
ઘટના અંગે માહિતી આપતા DCPએ જણાવ્યું હતું કે, પાંચ લૂંટારૂઓ હથિયારો સાથે આવ્યા હતા અને તેઓ હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા. લૂંટારૂઓએ અત્યંત શાતિર રીતે બેંક મેનેજર પાસેથી અડધી રોકડ રકમ લીધી હતી. એટલું જ નહીં, તે જ સમયે પૈસાની રિકવરી માટે આવેલી વાનમાંથી પણ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટની આ પદ્ધતિ જોતા પોલીસને શંકા છે કે, લૂંટારૂઓની ટોળકીમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે.
https://x.com/sandeshnews/status/2048711886678507669
સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે, નાકાબંધી કરાઈ
લૂંટની જાણ થતા જ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા બેંકના CCTV ફૂટેજ મેળવીને તપાસ તેજ કરવામાં આવી છે. લૂંટારૂઓને ઝડપી લેવા માટે સુરતની અલગ-અલગ ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમો બનાવીને સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આ લૂંટારૂઓને દબોચી લેવામાં આવશે.
આ પણ વાંચો - Surat News: દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ રાજ્યના કુલ DGPમાં 25 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

