Mundraની અદાણી પબ્લિક સ્કૂલની 25 વર્ષની સફર પૂર્ણ, ડૉ. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુન્દ્રા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ (એપીએસ) એ યુવા માનસના ઘડતરના 25 વર્ષ પૂર્ણ કર્યાના રજત જયંતિ ઉત્સવની દીલથી કરેલી ભાવનાત્મક ઉજવણીમાં વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને ગૌરવ અને ચિંતનની આ સહિયારી ક્ષણમાં શામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના સર્વાંગી વિકાસ પરના ધ્યાનની મજબૂત ગવાહી રુપે કચ્છમાં બેડમિન્ટન, પિકલબોલ અને ટેબલ ટેનિસ માટે સુવિધાઓ ધરાવતા એક ઈન્ડોર રમત ગમત સંકૂલ અને 558 બેઠકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચ્છમાં આ પ્રકારનું સંકૂલ સૌથી મોટું છે.
આ પ્રકલ્પ આશાના સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બાળકોના શૈક્ષિણક અને શારીરિક ગણતર અને ઘડતર માટે એક ગુણવત્તાસભર આધુનિક સાધન સગવડથી સજ્જ શાળાના નિર્માણની 2001માં પરિકલ્પના કરનાર અદાણી સમૂહના અદાણી ફાઉન્ડેશનની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખના અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણીના વડપણ હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. અલબત્ત, આ પ્રકલ્પ અગાઉથી કાર્યરત હતો, પરંતુ ગુજરાત અને ખાસ કરીને કચ્છના ભૂકંપ બાદ તેને ટોચની પ્રાથમિકતા માનીને તેના અમલીકરણને વેગ આપ્યો હતો. આજે આ પ્રકલ્પ શિક્ષણ સમુદાય માટે સ્થિરતા અને આશાના સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે.
શું કહ્યું ગૌતમ અદાણીએ?
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ સીમાચિહ્નરૂપ પ્રસંગને ચિહ્નિત કરી જણાવ્યું હતું કે અદાણી પબ્લિક સ્કૂલ 25 વર્ષ પૂર્ણ કરે છે, આ ક્ષણ ફક્ત એક સંસ્થાથી વિશેષ અનેક સંવેદનાસભર ક્ષણોની ઉજવણી કરે છે. તેમણે કહ્યું હતું કે આસપાસના બાળકોના સુષુપ્ત સપના અને ઘડાયેલા ભવિષ્યનું અહીં સન્માન થઇ રહ્યું છે. તેમણે શાળાની રજત જયંતિના સીમાચિહ્નસમા અવસરે આશા વ્યકત કરી હતી કે પ્રત્યેક વિદ્યાર્થી અમર્યાદીત સ્વપ્ન જોવાના આત્મવિશ્વાસ તેમજ દરેક પછડાટ પછી બેઠા થવાની સ્થિતિસ્થાપકતા અને પ્રાપ્ત કરેલું સમાજને પરત આપવાની નમ્રતા સાથે અહીંથી વિદાય લે. ગૌતમ અદાણીએ ઉમેર્યું કે અહીં દરેક બાળક ભારતના ઉજળા ભવિષ્યના વચનનો ભાર વહન કરે છે ત્યારે આ વચન જ હેતુપૂર્ણ કાર્યને પ્રેરણા આપે છે. આ સફર દરેક શિક્ષકની છે : ડોક્ટર પ્રીતિ અદાણી
આ 25 વર્ષની આ સફર પર નજર કરતાં ડૉ. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે 25 વર્ષ અગાઉ કચ્છના તોફાની દરિયાકાંઠે એક સરળ વિચાર આવેલો કે દુનિયા માટે બારી ખોલવાની ક્ષમતા ધરાવતો પ્રત્યેક બાળક એવું શિક્ષણ મેળવવાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે આશાના નાના કિરણ તરીકે જે પ્રકટ્યું તે આજે એક દેદીપ્યમાન દીવો બની પ્રજ્વલિત થયો છે જેણે સમાજ જીવન અને સમુદાયોને તેજોમય કર્યો છે. ડો. અદાણીએ આ સફર દરેક શિક્ષકની છે તેમનો ભારપૂર્વક ઉલ્લેખ કરતા કહ્યું કે આ શિક્ષકો જેમણે વિશ્વાસ કર્યો, દરેક માતાપિતા જેણે ભરોસો કર્યો અને દરેક બાળક જેણે સ્વપ્ન જોવાની હિંમત કરી તે આ સફરના યશાધિકારી છે.
બેગપાઈપર બેન્ડ અને એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા પરંપરાગત સ્વાગત સાથે રજત જયંતિ વર્ષની ઉજવણીનો આરંભ યયો હતો જાણવાની જિજ્ઞાસા અને અભિવ્યક્તિની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) અને રોબોટિક્સ પ્રદર્શનો, ક્યુરેટેડ આર્ટ વર્કસ્ટેશન દ્વારા નવીનતા અને સર્જનાત્મકતા જીવંત થઈ હતી.
આ પ્રસંગે મુન્દ્રામાં આ શાળાના પ્રારંભિક વર્ષોથી લઈને પ્રદેશમાં એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવવા સુધીની સફરને ખાસ ક્યુરેટ કરાયેલ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવવા સાથે સંસ્થાની સફર અને હાંસલ કરેલા સીમાચિહ્નો દર્શાવતી એક સ્મરણિકા કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ૨૩૩ વિદ્યાર્થીઓ અને ૨૭ શિક્ષકોના પ્રારંભિક સમૂહથી લઈને ૨,૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦થી વધુ શિક્ષક સમુદાય સાથે સમૃદ્ધ સંસ્થા બની ચૂકેલી અદાણી પબ્લિક સ્કૂલ સર્વાંગી શિક્ષણ અને સમાનતામાં ગૌરવની તેની માન્યતાને સમર્પિત છે.
આ પ્રસંગે ડૉ. પ્રીતિ અદાણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ ઉજવણીની એક નિર્ણાયક ક્ષણ બની રહી હતી. આ વાર્તાલાપના હાર્દમાં સંસ્થા અને તે જે સમુદાયની સેવા કરે છે તે બન્ને વચ્ચે ચિરંજીવી બંધન બનાવી રાખવાનો હેતુ સમાયેલો હતો. આ ઉજવણીનું સમાપન શાળાના ગીત સાથે રંગદર્શી વાતાવરણમાં થયું ત્યારે ૨૫થી વધુ વર્ષ સુધી આકાર પામેલા સહિયારા હેતુની પુષ્ટિ થયાની અનુભૂતિ થઈ.
આ પણ વાંચો : Gandhinagar News: VGRE 2026 દક્ષિણ ગુજરાતમાં MSME અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તૈયાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

