Local body election: ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સાસુ સામે શિક્ષિત વહુનો જંગ, બંનેએ એકબીજાની સામે મત માંગ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે.ત્યારે ડાંગ જિલ્લાની સુબીર-16 જિલ્લા પંચાયત બેઠક અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે આપણે ટીવી સિરિયલોમાં સાસુ વહુના ડ્રામા જોતા હોઈએ છીએ પણ અહીં તો રાજનીતિના મેદાનમાં સાસુ અને વહુ આમને સામને આવી ગયા છે. એક તરફ અનુભવી સાસુ છે તો બીજી તરફ શિક્ષિત અને ઉત્સાહી વહુ છે.
આદિવાસી જિલ્લાની છેવાડાની બેઠક
ડાંગના સુબીર તાલુકામાં રાજકીય ગરમી સાતમા આસમાને છે.અહીં ખાસ કરીને સુબીર તાલિકાની બેઠક પર કોંગ્રેસ પક્ષે સાસુ પર ભરોસો મૂક્યો છે.જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની જ વહુને ટિકિટ આપીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. સાસુ વહુ હવે મતદારોના ઉંબરે જઈને એકબીજા વિરુદ્ધ મત માંગી રહ્યા છે.બન્ને લોકોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે.ગામે ગામ જઈને સભાઓ કરવી અને ઘરે ઘરે જઈને મત માંગવા માટે પક્ષના કાર્યકર્તાઓ સાથે ફરતા દેખાય છે. સુબીરની આ બેઠક રાજ્યના આદિવાસી જિલ્લાની છેવાડાની બેઠક છે. જોકે હાલ સાસુ વહુની આ વૈચારિક લડાઈ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના સ્થાને છે.
સાસુનું કહેવું છે કે રાજકારણ પોતાની જગ્યાએ છે
કોંગ્રેસ તરફે સાસુનું કહેવું છે કે રાજકારણ પોતાની જગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ.પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે હું ચૂંટણી લડી રહી છું.પ્રજા જાણે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ વિકાસના કામ નથી થયા એટલે હવે લોકો કોંગ્રેસને મત આપશે.જ્યારે બીજી તરફ વહુ પણ આત્મ વિશ્વાસ સાથે કહી રહી છે કે વિકાસની રાજનીતિમાં હું ભાજપ સાથે જોડાઈ છું.સાસુ પ્રત્યે આદર છે પણ વિચારધારાની લડાઈમાં હું મક્કમ છું.જનતા પરિવર્તન ઈચ્છે છે.ભિન્ન રાજકીય વિચાર ધરાવાતા પરિવારના બે સભ્યોની લડાઈમાં હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુને આશીર્વાદ આપે છે કે આધુનિક વહુના કમળને ખીલાવે છે.ભલે જીત ગમે તેની થાય પણ ડાંગની આ બેઠક પરનો જંગ લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
આ પણ વાંચોઃ Local body election: ભાજપના સાંસદની મતદારોને ધમકી, કોંગ્રેસ એક પણ બેઠક જીતી તો ગ્રાન્ટ નહીં આપીએ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

