Local body election: અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, આગામી ત્રણ દિવસમાં 596 સભા સરઘસને મંજૂરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC ચૂંટણીના નિરુત્સાહી વાતાવરણ વચ્ચે સભા-સરઘસ અને રેલી માટે વધુને વધુ આયોજન કરાઈ રહ્યું છે. હવે પ્રચારના માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે અત્યાર સુધીમાં 596 સભા-સરઘસ, પ્રચાર વાહન અને રેલીની મંજૂરી માટે અરજીઓ આવી છે. આમાંથી સભા-સરઘસ, રેલીની ૩૦૨ અરજીને મંજૂરી આપી દેવાઈ છે અને 88 અરજીને આગામી 15કલાકમાં મંજૂરી આપી દેવાશે.કલેક્ટર કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કુલ 756માંથી 206 પ્રચાર વાહનોને મંજૂરી અપાઈ છે અને68ને મંજૂરી આપવાની બાકી છે.
સભાઓ અને રેલીઓનું વધુને વધુ આયોજન
આગામી 72 કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણિનગર, સાબરમતી, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારોમાં સભાઓ ગજવશે. સભા-સરઘસની ચાર અરજી પરત ખેંચી લેવાઇ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસની પ્રજા નોંધ લઈ રહી હોય તેમ આ વખતે ઉમેદવારોને ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડે છે.પ્રચાર વખતે પ્રજા જવાબ માંગે છે.અત્યાર સુધી પ્રચારમાં પ્રાથમિક જરૂરિયાતોની અવગણના કરાતી હતી અને સમાજના જોરે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થતા હતા.પરંતુ આ વખતે પ્રજા પોતાની મુશ્કલીઓના નિવારણ માટે ઉમેદવારો પાસે જવાબ અને બાંયધરી માંગી રહી છે.ત્યારે સોસાયટીઓના રાઉન્ડના બદલે જાહેર સભાઓ અને રેલીઓનું વધુને વધુ આયોજન કરાઈ રહ્યું છે.
પોલીસની વિવિધ ટીમો રેલી સાથે જોડાયેલી રહેશે
કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીની સંયુક્ત કામગીરી હેઠળ અમદાવાદ મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધીમાં સભા-સરઘસ માટે 191 અરજીઓ, રેલી માટે 141 અરજીઓ અને વાહનની 274 પરમિટની અરજી મળી કુલ 756 અરજીઓ મંજૂરી માટે આવી છે.આમાંથી કલેક્ટર કચેરીની સિંગલ વિન્ડો સિસ્ટમમાં 596ને મંજૂરી આપી દીધી છે.જ્યારે 160 અરજીઓને 15 કલાકમાં નિયમ મુજબ મંજૂરી આપી દેવાશે.પ્રચારના અંતિમ દિવસ શુક્રવારે તો મ્યુનિ.ના વિવિધ વોર્ડમાં સવારથી સાંજ સુધી સંખ્યાબંધ રેલીઓનું આયોજન કરાયું છે. જેમાં વાતાવરણ ડોહળાય નહીં તે માટે પોલીસની વિવિધ ટીમો રેલી સાથે જોડાયેલી રહેશે.
આ પણ વાંચોઃ Surat News: હવાલા કાંડનો આકાશ મિશ્રા દિલ્હી ભાગ્યો,આરોપી અજય તિવારી પણ સંપર્ક વિહોણો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

