Local Body Election 2026: AAP ની 'કન્ટેન્ટ ચોરી' ની પેટર્ન પકડાઈ, કોપીરાઈટ ભંગના કારણે Facebook અને Instagram એકાઉન્ટ બ્લોક

Apr 25, 2026 - 11:30
Local Body Election 2026: AAP ની 'કન્ટેન્ટ ચોરી' ની પેટર્ન પકડાઈ, કોપીરાઈટ ભંગના કારણે Facebook અને Instagram એકાઉન્ટ બ્લોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડિજિટલ પ્રચારમાં કન્ટેન્ટ ચોરી કરવી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતને ભારે પડી છે. વારંવાર કોપીરાઈટ કાયદાનો ભંગ કરવા બદલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને AAP ગુજરાતનું સત્તાવાર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.

કન્ટેન્ટ ચોરી AAP ગુજરાતને ભારે પડી

મળતી માહિતી મુજબ, AAP ગુજરાત દ્વારા પોતાના રાજકીય પ્રચાર માટે ગુજરાતી ફિલ્મો અને કલાકારોના કન્ટેન્ટનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ‘સાહેબ’ અને ‘છેલ્લો દિવસ’ જેવી લોકપ્રિય ફિલ્મોના સીન. મલ્હાર ઠક્કર, યશ સોની અને પ્રાપ્તિ અજવાડિયા જેવા જાણીતા કલાકારોના વીડિયોનો અનધિકૃત રીતે પ્રચારમાં ઉપયોગ કરાયો હતો.

વારંવારના ઉલ્લંઘન બાદ કાર્યવાહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (Meta) દ્વારા આ કાર્યવાહી કોઈ એક ભૂલના આધારે નહીં, પરંતુ 'Repeated Violations' (વારંવારના ઉલ્લંઘન) ને આધારે કરવામાં આવી છે. અગાઉ પણ અનેક વખત કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા બાદ, આખરે પ્લેટફોર્મ દ્વારા કડક કાનૂની વલણ અપનાવી એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.નૈતિકતા પર સવાલો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ કન્ટેન્ટ ક્રિએટર્સના અધિકારોનો ભંગ કરીને ભ્રામક પ્રચાર કરવાના આ પ્રયાસથી AAP ના ડિજિટલ પ્રચાર મોડેલ પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. આ ઘટના સાબિત કરે છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે કોપીરાઈટ અને કાયદાકીય નિયમો બાબતે કોઈ પણ રાજકીય પક્ષની શેહશરમ રાખશે નહીં.

આ પણ વાંચો: Local Body Election 2026: ગાંધીનગરમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, સેક્ટર-15 થી EVM રવાના, 2 હજાર કર્મચારીઓ તૈનાત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0