Lion Viral Video: જૂનાગઢમાં બાળ સિંહ અને સિંહણનો વિડિયો વાયરલ, જોઈને સુધરી જશે દિવસ

Dec 6, 2025 - 17:30
Lion Viral Video: જૂનાગઢમાં બાળ સિંહ અને સિંહણનો વિડિયો વાયરલ, જોઈને સુધરી જશે દિવસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જંગલમાં આંખો અને કામ ખુલ્લી રાખો તો દરેક પળે કંઈક નવું જોવા મળે છે. એશિયાઈ સિંહોનું રહેઠાણ કહેવાતા ગીરનો આવો જ એક સુંદર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો છે. આ વિડિયોમાં એક સિંહણ અને તેના બે બચ્ચા સાથે નદી પાર કરતા જોવા મળી રહી છે. આ વિડિયો જોઈને નેટિજન્સ અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગીરના જંગલમાં સિંહના વિડિયો વાયરલ

જુનાગઢના જંગલમાં એશિયાટિક લાયન એટલે કે એશિયાઈ સિંહો વસવાટ કરે છે. એશિયામાં માત્ર ગીરના જંગલમાં જ સિંહનો વસવાટ છે, જેનું ગૌરવ ગુજરાત અને દેશને છે. ગીરના જંગલમાં સિંહના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવામાં 2 બાળ સિંહો સાથે સિંહણનો નદી પાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

'માતા સિંહણ જ બચ્ચાઓની પાઠશાળા'

આ વિડિયો સાસણ ગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વીડિયોએ લોકોની ઉત્સુકતામાં વધારો કર્યો છે. જેમાં માતાના પગલે ચાલતા સિંહબાળો નદી પાર કરતા જોવા મળી રહ્યા છે. આ વિડિયો પર લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા અને હાર્ટ અને ફાયર ઈમોજી આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, બચ્ચાઓને નદીમાં ચાલવાની આપી રહી છે ટ્રેનિંગ. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો વિડિયો. એક યુઝરે લખ્યું કે, માતા સિંહણ જ બચ્ચાઓની પાઠશાળા.


 આ પણ વાંચો - હવે માત્ર એક રૂપિયામાં મળશે એક એકર જમીન, પૂરી કરવી પડશે સરકારની આ શરતો, છેલ્લી તારીખ પહેલા આ રીતે કરો અરજી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0