Gandhinagar : હવાનું પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગ એક્શનમાં, રાજ્યમાં 541 બાંધકામ સાઇટને દંડ ફટકારાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રાજ્યના શહેરી વિભાગે કડક પગલાં ભર્યા છે. મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે શહેરના 17 મનપામાં કુલ 2,600થી વધુ બાંધકામ સાઇટો પર તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન તકેદારી ન રાખનાર 541 સાઇટોને દંડ ફટકારાયો, જેમાં કુલ દંડની રકમ 123 લાખ રૂપિયાથી વધુ છે.
ગત કેબિનેટમાં મુખ્યમંત્રીએ પ્રદૂષણ ઘટાડવા અંગે આપી હતી સૂચના
CMએ આ બાબતે ખાસ સૂચના આપી હતી કે હવા પ્રદૂષણ નિયંત્રણ માટે તમામ શહેરોમાં શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવે અને જાહેર આરોગ્ય પર તેની અસર ઘટાડવા માટે ઝડપથી પગલાં ભરવામાં આવે. ગત કેબિનેટમાં મુખ્યમંત્રીએ પ્રદૂષણ ઘટાડવા અંગે સૂચના આપી હતી
17 મનપામાં 2600થી વધુ બાંધકામ સાઇટ પર તપાસ કરાઇ
જેના પગલે 17 મનપામાં 2600થી વધુ બાંધકામ સાઇટ પર તપાસ કરાઇ હતી. ઇન્સ્પેક્શન દરમિયાન આઠ મહાનગરપાલિકાની 506 સાઇટ અને નવી મહાનગર પાલિકા મા 35 સાઇટ ને દંડ કરાયો હતો માત્ર ત્રણ જ દિવસમાં ઈન્સ્પેક્શન કરાયું હતુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને પ્રદૂષણ નિયંત્રણ માટે 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં ઈન્સ્પેક્શન કરાયું હતુ અને લાપરવાહી દાખવનારી સાઇટોને દંડ કરાયો હતો.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : રાજ્યમાં માત્ર ઓવર સ્પીડીંગના કારણે 7278 લોકોના મોત, આ ડેટા વાંચીને તમે ધ્રુજી ઉઠશો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

