Lion Day 2024 : ગુજરાતમાં એકમાત્ર સિંહનું ઘર એટલે ગીર,વાંચો Special Story

રાજ્ય સરકાર અને વન વિભાગ સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કટિબદ્ધ છે ગત 2020ની ગણતરીમાં સિંહોની વસ્તી કુલ 674 નોંધાઈ હતી 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવે છે જ્યારે એશિયાઈ સિંહનું નામ પડે એટલે લોકોને ગીર યાદ આવતું હોય છે ગુજરાતની સાન સમા એશિયાઈ સિંહોને જોવા દેશ-વિદેશથી લાખો પર્યટકો ગીર ખાતે ઉમટી પડતા હોય છે ત્યારે સિંહોને બચાવવા પણ જરૂરી છે જેને લઇ વન વિભાગ પણ કટિબદ્ધ બન્યું છે.ગીરના જંગલમાં ગત 2020 ની ગણતરી મુજબ 674 સિંહનો વસવાટ હતો.ગત ચાર વર્ષમાં પણ સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને તેની ગણતરી આગામી 2025મા થશે. 674 સિંહો ગુજરાતમાં સિંહની સુરક્ષા અને સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા જુદી જુદી પદ્ધતિ અપનાવી છે 2007 ની સાલમાં સિંહોના શિકાર થયા હતા બાદમાં આ રીતની ઘટના ન બને જેને લઈને રાજ્ય સરકાર અને વન વિભાગ એ પગલાઓ લીધા હતા.વન વિભાગ દ્વારા સિંહોના રહેઠાણ વિસ્તાર પાણીની વ્યવસ્થા સિંહની તંદુરસ્તી માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સિહોની તંદુરસ્તીને લઈને લાઈન હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમજ વેટરનરી તબીબ એનિમલ કીપર ને રાખી અને સિંહો માટે એની કામગીરી કરવામાં આવે છે. વન વિભાગ છે સિંહ માટે તત્પર જંગલમાં સુરક્ષા માટે વન વિભાગના ટ્રેકર્સ બીટગાર્ડ પણ એક સિંહને બચાવવાનો ભાગ છે.સિંહોને લઈને લોકોમાં જાગૃતતા આવે જેને લઇ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે લોકોને સિંહો માટેની સમજણ આવે તે માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે તેમજ જંગલ અને પ્રકૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કેમ્પ યોજવામાં આવતા હોય છે.લોકો સાથેના સંવાદ કાર્યક્રમ બાદ લોકોનો પણ સારો એવો ફાળો સિહોને બચાવવા અને સિંહની સુરક્ષા માટે વન વિભાગને મળી રહ્યો છે. લોકોને સિંહને લઈ સમજણ અપાશે દર વર્ષે ઓગસ્ટ મહિનાની 10 તારીખે વિશ્વ સિંહ દિવસ તરીકેની ઉજવણી થતી હોય છે.ગીર જંગલ આસપાસ અને જ્યાં સિંહોનો વસવાટ છે તેવા 11 જિલ્લામાં આ સિંહ દિવસ ઉજવાય છે જેમાં 10 હજાર સ્કૂલોમાં સિંહ દિવસની ઉજવણી થશે જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે અને સિંહો માટેની સમજણ આપવામાં આવશે.સિંહ દિવસ નિમિત્તે વન વિભાગની સાથે શિક્ષણ વિભાગ પણ જોડાતું હોય છે સિંહ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓની સિંહના મોઢા ( માસ્ક )પેરી અને રેલીનું આયોજન કરાશે.

Lion Day 2024 : ગુજરાતમાં એકમાત્ર સિંહનું ઘર એટલે ગીર,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્ય સરકાર અને વન વિભાગ સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કટિબદ્ધ છે
  • ગત 2020ની ગણતરીમાં સિંહોની વસ્તી કુલ 674 નોંધાઈ હતી
  • 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવે છે

જ્યારે એશિયાઈ સિંહનું નામ પડે એટલે લોકોને ગીર યાદ આવતું હોય છે ગુજરાતની સાન સમા એશિયાઈ સિંહોને જોવા દેશ-વિદેશથી લાખો પર્યટકો ગીર ખાતે ઉમટી પડતા હોય છે ત્યારે સિંહોને બચાવવા પણ જરૂરી છે જેને લઇ વન વિભાગ પણ કટિબદ્ધ બન્યું છે.ગીરના જંગલમાં ગત 2020 ની ગણતરી મુજબ 674 સિંહનો વસવાટ હતો.ગત ચાર વર્ષમાં પણ સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને તેની ગણતરી આગામી 2025મા થશે.

674 સિંહો ગુજરાતમાં

સિંહની સુરક્ષા અને સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા જુદી જુદી પદ્ધતિ અપનાવી છે 2007 ની સાલમાં સિંહોના શિકાર થયા હતા બાદમાં આ રીતની ઘટના ન બને જેને લઈને રાજ્ય સરકાર અને વન વિભાગ એ પગલાઓ લીધા હતા.વન વિભાગ દ્વારા સિંહોના રહેઠાણ વિસ્તાર પાણીની વ્યવસ્થા સિંહની તંદુરસ્તી માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સિહોની તંદુરસ્તીને લઈને લાઈન હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમજ વેટરનરી તબીબ એનિમલ કીપર ને રાખી અને સિંહો માટે એની કામગીરી કરવામાં આવે છે.


વન વિભાગ છે સિંહ માટે તત્પર

જંગલમાં સુરક્ષા માટે વન વિભાગના ટ્રેકર્સ બીટગાર્ડ પણ એક સિંહને બચાવવાનો ભાગ છે.સિંહોને લઈને લોકોમાં જાગૃતતા આવે જેને લઇ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે લોકોને સિંહો માટેની સમજણ આવે તે માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે તેમજ જંગલ અને પ્રકૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કેમ્પ યોજવામાં આવતા હોય છે.લોકો સાથેના સંવાદ કાર્યક્રમ બાદ લોકોનો પણ સારો એવો ફાળો સિહોને બચાવવા અને સિંહની સુરક્ષા માટે વન વિભાગને મળી રહ્યો છે.

લોકોને સિંહને લઈ સમજણ અપાશે

દર વર્ષે ઓગસ્ટ મહિનાની 10 તારીખે વિશ્વ સિંહ દિવસ તરીકેની ઉજવણી થતી હોય છે.ગીર જંગલ આસપાસ અને જ્યાં સિંહોનો વસવાટ છે તેવા 11 જિલ્લામાં આ સિંહ દિવસ ઉજવાય છે જેમાં 10 હજાર સ્કૂલોમાં સિંહ દિવસની ઉજવણી થશે જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે અને સિંહો માટેની સમજણ આપવામાં આવશે.સિંહ દિવસ નિમિત્તે વન વિભાગની સાથે શિક્ષણ વિભાગ પણ જોડાતું હોય છે સિંહ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓની સિંહના મોઢા ( માસ્ક )પેરી અને રેલીનું આયોજન કરાશે.