Ahmedabad: શહેરમાં સસ્તા મકાન આપે તો ચેતજો, આવાસ યોજનાના નામે ઠગાઇ

આવાસ યોજનામાં મકાન આપવાના બહાને ઠગાઇ 3 આરોપીએ 4 લોકો પાસેથી 6.20 લાખની કરી છેતરપિંડી પલ્લવી સોલંકી, રોહીત ત્રિવેદી, મુસ્તાકબેગ મિરઝાની ધરપકડ સરકારી આવાસના મકાનો આપવાના બહાને ગરીબો સાથે ઠગાઈ કરતી એક ટોળકી ઝડપાઈ છે. જે ગરીબોને સરકારી મકાન એલોટ નથી થયા તેવા લોકોને નજીવી રકમે મકાન આપવાની લાલચ આપી તેમની પાસેથી છેતરપિંડી કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીઓએ ખોટા એલોટમેન્ટ લેટર પણ બનાવ્યા હતા જે કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટોળકીમાં પલ્લવી સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદી કારંજ પોલીસની કસ્ટડીમાં રહેલી ટોળકીમાં પલ્લવી સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદી છે. આ ટોળકીએ સોલા બોડકદેવ જેવા વિસ્તારોમાં વન બીએચકે અને ટુ બીએચકે આવાસના મકાનો ઓછી કિંમતે આપવાની લાલચે લોકો સાથે ઠગાઈ કરી હતી. મહત્વનું છે કે, આરોપી પલ્લવી સોલંકી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસના કેન્ટીનમાં બેસીને લોકો સાથે ઠગાઈ કરતી હતી. ઉપરાંત તેના બે સાગરીતો લોકો પાસેથી રૂપિયા લેવા અને બનાવટી એલોટમેન્ટ લેટરો તૈયાર કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર લોકો સાથે 6 લાખ 20 હજાર રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. જે અનુસંધાને કારંજ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ટોળકી બનાવટી લેટર આપતી હતી મહત્વનું છે કે પલ્લવી સોલંકી ભોગ બનનાર લોકોને પોતે સમાજ સેવા કરી રહી છે તેમ જણાવતી હતી. અને કોર્પોરેશનમાં તેની સારી ઓળખાણ છે. તેમ કહી લોકોનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ વન બીએચકે મકાન માટે 8.50 લાખ અને 2 બીએચકે માટે 16 લાખ રુપિયામા મકાન આપવાની વાત કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવતા હતા. બાદમાં બનાવટી લેટર આપતી હતી. તેની સાથે મુસ્તાક બેગ અને રોહિત ત્રિવેદી સમગ્ર કૌભાંડમાં પલ્લવીની મદદ કરી લોકો સાથે ઠગાઈ કરતા હતા. ભોગ બનનાર લોકોનું કહેવું માનીએ તો અંદાજે 20થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે અંગે પોલીસે પણ લોકોનો સંપર્ક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંખ્યાબંધ ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ આવાસ મકાનો નામે અગાઉ પણ સંખ્યાબંધ ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ છે. તેમ છતાં સત્તાધીશોના આંખની નીચે બેસી કૌભાંડીઓ આવા કૌભાંડો કરી જાય છે અને ગરીબોના મહેનતની મૂડી પણ લૂંટી લે છે. ત્યારે આવા કૌભાંડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. સાથે જ પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

Ahmedabad: શહેરમાં સસ્તા મકાન આપે તો ચેતજો, આવાસ યોજનાના નામે ઠગાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવાસ યોજનામાં મકાન આપવાના બહાને ઠગાઇ
  • 3 આરોપીએ 4 લોકો પાસેથી 6.20 લાખની કરી છેતરપિંડી
  • પલ્લવી સોલંકી, રોહીત ત્રિવેદી, મુસ્તાકબેગ મિરઝાની ધરપકડ

સરકારી આવાસના મકાનો આપવાના બહાને ગરીબો સાથે ઠગાઈ કરતી એક ટોળકી ઝડપાઈ છે. જે ગરીબોને સરકારી મકાન એલોટ નથી થયા તેવા લોકોને નજીવી રકમે મકાન આપવાની લાલચ આપી તેમની પાસેથી છેતરપિંડી કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીઓએ ખોટા એલોટમેન્ટ લેટર પણ બનાવ્યા હતા જે કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટોળકીમાં પલ્લવી સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદી

કારંજ પોલીસની કસ્ટડીમાં રહેલી ટોળકીમાં પલ્લવી સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદી છે. આ ટોળકીએ સોલા બોડકદેવ જેવા વિસ્તારોમાં વન બીએચકે અને ટુ બીએચકે આવાસના મકાનો ઓછી કિંમતે આપવાની લાલચે લોકો સાથે ઠગાઈ કરી હતી. મહત્વનું છે કે, આરોપી પલ્લવી સોલંકી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસના કેન્ટીનમાં બેસીને લોકો સાથે ઠગાઈ કરતી હતી. ઉપરાંત તેના બે સાગરીતો લોકો પાસેથી રૂપિયા લેવા અને બનાવટી એલોટમેન્ટ લેટરો તૈયાર કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર લોકો સાથે 6 લાખ 20 હજાર રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. જે અનુસંધાને કારંજ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી ટોળકી બનાવટી લેટર આપતી હતી

મહત્વનું છે કે પલ્લવી સોલંકી ભોગ બનનાર લોકોને પોતે સમાજ સેવા કરી રહી છે તેમ જણાવતી હતી. અને કોર્પોરેશનમાં તેની સારી ઓળખાણ છે. તેમ કહી લોકોનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ વન બીએચકે મકાન માટે 8.50 લાખ અને 2 બીએચકે માટે 16 લાખ રુપિયામા મકાન આપવાની વાત કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવતા હતા. બાદમાં બનાવટી લેટર આપતી હતી. તેની સાથે મુસ્તાક બેગ અને રોહિત ત્રિવેદી સમગ્ર કૌભાંડમાં પલ્લવીની મદદ કરી લોકો સાથે ઠગાઈ કરતા હતા. ભોગ બનનાર લોકોનું કહેવું માનીએ તો અંદાજે 20થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે અંગે પોલીસે પણ લોકોનો સંપર્ક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંખ્યાબંધ ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ

આવાસ મકાનો નામે અગાઉ પણ સંખ્યાબંધ ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ છે. તેમ છતાં સત્તાધીશોના આંખની નીચે બેસી કૌભાંડીઓ આવા કૌભાંડો કરી જાય છે અને ગરીબોના મહેનતની મૂડી પણ લૂંટી લે છે. ત્યારે આવા કૌભાંડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. સાથે જ પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.