Limbdi : ખંભલાવની દીકરીની અંડર-19 મહિલા ચેલેન્જર ટ્રોફીની C ટીમ માટે પસંદગી

Nov 2, 2026 - 02:30
Limbdi : ખંભલાવની દીકરીની અંડર-19 મહિલા ચેલેન્જર ટ્રોફીની C ટીમ માટે પસંદગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખંભલાવ ગામની દીકરી અને હાલ બોટાદમાં રહેતાં અવની ચાવડાએ ક્રિકેટ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.BCCI ઇન્ડિયા વુમન અન્ડર-19 ચેલેન્જર ટ્રોફીની C ટીમમાં પસંદગી પામીને અવનીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનારી અવની સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. અવની ચાવડા બોટાદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અન્ડર-19 મહિલા ટીમની કેપ્ટન રહી ચૂકી છે. બોટાદ સમરસ ક્રિકેટ એકેડેમી ખાતે ક્રિકેટ ડેવલપર અને મોટિવેશનલ કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અવનીએ પોતાની પ્રતિભાના આધારે ઇન્ડિયા અન્ડર-19 મહિલા ટીમમાં ડેબ્યૂ કર્યા બાદ હવે BCCI ની ચેલેન્જર ટ્રોફીની C ટીમમાં સ્થાન મેળવ્યું છે. અવનીની આ સિદ્ધિથી ખંભલાવગામ સહિત બોટાદ જિલ્લાના ક્રિકેટપ્રેમીઓ અને યુવા ખેલાડીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. બોટાદમાં ક્રિકેટના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડનાર સમરસ ક્રિકેટ એકેડેમીના સ્થાપક ભયલુબાપુ, કોચ કિરણ સોલંકી, ધર્મેન્દ્રભાઈ જેબલીયા તેમજ ખંભલાવના સરપંચ ગિરિરાજસિંહ લગધીરસિંહ ઝાલાએ અવની ચાવડાને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ચેરમેન સહિતના હોદ્દેદારોનો પણ આ તકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અવનીની આ સિદ્ધિથી ખંભલાવ અને બોટાદનું નામ સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ગૌરવભેર ઊંચું આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0