Limbdi નજીક ભયાનક માર્ગ અકસ્માત, વળાંક પર બે બાઇક સામસામે અથડાતાં બે યુવાનોના કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર આવેલા એક તીવ્ર વળાંક પરથી પસાર થઈ રહેલી 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના કુરચેકુરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર વાહનચાલકો રસ્તા પર દૂર ફેંકાઈ જઈને રક્તરંજિત થઈ ગયા હતા. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ રસ્તામાં જ દમ તોડ્યો
ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં પડેલા બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને ત્વરિત લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, બંને વાહનચાલકોને માથા અને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા.
પોલીસે મૃતદેહોને PM અર્થે ખસેડી તપાસ હાથ ધરી
બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવતાં ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એકસાથે 2 લોકોના અકસ્માતમાં મોત થવાના કારણે બંને મૃતકોના પરિવારજનો અને વિસ્તારમાં શોકની ભારે કાલિમા છવાઈ ગઈ છે. ઘટના અંગે લીંબડી સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : વિયેતનામથી લાવવામાં આવેલા વેક્યૂમ પેકેટ્સમાં શું છુપાયું હતું? જાણો એરપોર્ટ કસ્ટમ્સના હાથમાં શું લાગ્યું...!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

