Kutchના સામખિયાળીમાં રખડતા ઢોરનો આતંક યથાવત, દુકાનમાં આખલો ઘૂસી જતા દુકાનદાર ઈજાગ્રસ્ત

Aug 9, 2025 - 18:00
Kutchના સામખિયાળીમાં રખડતા ઢોરનો આતંક યથાવત, દુકાનમાં આખલો ઘૂસી જતા દુકાનદાર ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના સામખિયાળી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા ઢોરની સમસ્યા હવે એટલી ગંભીર બની ગઈ છે કે તે હવે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ દુકાનોની અંદર પણ રખડતા ઢોર ઘૂસી રહ્યા છે. સામખિયાળીની મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે ઘમાશાન યુદ્ધ જામ્યું હતું. આ આખલાઓના યુદ્ધના કારણે એક દુકાનદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બંને આખલાઓ યુદ્ધ લડતા લડતા બજારની એક દકાનમાં ઘૂસી ગયા હતા. જે દરમિયાન દુકાનદાર ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બે આખલા વચ્ચે લડાઈ ચાલી રહી હતી. આ લડાઈ દરમિયાન એક આખલો બેકાબૂ બનીને એક દુકાનની અંદર ઘૂસી ગયો હતો. આખલાના અચાનક દુકાનમાં ઘૂસી આવવાથી દુકાનદાર ગભરાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરની સમસ્યાને ઉજાગર કરી હતી. સામખિયાળીના મુખ્ય બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

સ્થાનિકોનો આક્ષેપ તંત્ર નિષ્ક્રિય

રખડતા ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતોના બનાવ અને હવે આવી ઘટનાઓનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. આ ઘટનાએ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં ભરવામાં આવતા નથી. જો તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0