Kutchના ધોરડોમાં CM ભૂપેન્દ્ર પટેલે સખી બહેનો સાથે કરી પ્રેરણાદાયી મુલાકાત
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બહેનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.સખી ક્રાફ્ટ બજારનું આયોજન આ વખતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોરડોમાં ઉજવાતા રણોત્સવમાં 14મી ડિસેમ્બર 2024થી 31મી જાન્યુઆરી 2025 સુધી સખી બહેનો માટે સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં સ્વસહાય જુથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કુલ 100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના 60 સ્ટોલ્સ અને અન્ય રાજયોની સખી બહેનોના 40 સ્ટોલ્સ હશે, જે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઈનના અનોખા સંયોજનને પ્રસ્તુત કરશે. સખી ક્રાફ્ટ બજારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં દર 15 દિવસે સ્ટોલ બદલાશે, એટલે કે કુલ 300 સ્વસહાય જુથને આ ઇવેન્ટ દ્વારા સીધું માર્કેટ મળશે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લેવામાં આવી તેમજ સખી મંડળની બહેનો સાથે તેમના વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈ તેમના કૌશલ્ય અને કાર્યને પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગામડાની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સખી મંડળો દ્વારા મહિલાઓના જીવનમાં ભૌતિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દર વર્ષે અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ રણોત્સવ માણવા આવે છે ત્યારે આ વર્ષે સખી ક્રાફ્ટ બજાર તેમાં એક વિશિષ્ટ આકર્ષણ બનશે જ્યાં દેશભરમાંથી અનોખી હસ્તકળા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી કળાકૃતિઓનું સખી બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. સખી ક્રાફ્ટ બજાર કળાપ્રેમીઓ, સંગ્રાહકો અને હસ્તકળાની વસ્તુઓને પસંદ કરનારા માટે ખજાનો સાબિત થશે. હસ્તકળા અને હાથવણાટથી લઈને માટીની વાસણો, જ્વેલરી અને હોમ ડેકોર જેવી અનેક પ્રકારની વસ્તુઓનું અહીં વેચાણ થશે. આ છે મુખ્ય આકર્ષણો 1. થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાગાથાઓ અને તેમના કારગત કાર્યનું પ્રદર્શન 2. કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ. 3. કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ. 4. લાઈવ વર્કશોપ5. સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે. 6. પ્રેરણા પ્રવાસ: સ્વસહાય જૂથના બહેનો માટે પ્રેરણાદાયી પ્રવાસનું આયોજન જેમાં નવા મંચ, નવી ટેકનિક વિશે જાગૃત કરવામાં આવશે. 7. ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્ટ, જેમ કે રણોત્સવમાં સફાઇ અભિયાન દ્વારા લોકોને જોડવા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બહેનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સખી ક્રાફ્ટ બજારનું આયોજન
આ વખતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોરડોમાં ઉજવાતા રણોત્સવમાં 14મી ડિસેમ્બર 2024થી 31મી જાન્યુઆરી 2025 સુધી સખી બહેનો માટે સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં સ્વસહાય જુથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કુલ 100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના 60 સ્ટોલ્સ અને અન્ય રાજયોની સખી બહેનોના 40 સ્ટોલ્સ હશે, જે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઈનના અનોખા સંયોજનને પ્રસ્તુત કરશે. સખી ક્રાફ્ટ બજારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં દર 15 દિવસે સ્ટોલ બદલાશે, એટલે કે કુલ 300 સ્વસહાય જુથને આ ઇવેન્ટ દ્વારા સીધું માર્કેટ મળશે.
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લેવામાં આવી તેમજ સખી મંડળની બહેનો સાથે તેમના વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈ તેમના કૌશલ્ય અને કાર્યને પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગામડાની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સખી મંડળો દ્વારા મહિલાઓના જીવનમાં ભૌતિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
દર વર્ષે અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ રણોત્સવ માણવા આવે છે ત્યારે આ વર્ષે સખી ક્રાફ્ટ બજાર તેમાં એક વિશિષ્ટ આકર્ષણ બનશે જ્યાં દેશભરમાંથી અનોખી હસ્તકળા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી કળાકૃતિઓનું સખી બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. સખી ક્રાફ્ટ બજાર કળાપ્રેમીઓ, સંગ્રાહકો અને હસ્તકળાની વસ્તુઓને પસંદ કરનારા માટે ખજાનો સાબિત થશે. હસ્તકળા અને હાથવણાટથી લઈને માટીની વાસણો, જ્વેલરી અને હોમ ડેકોર જેવી અનેક પ્રકારની વસ્તુઓનું અહીં વેચાણ થશે.
આ છે મુખ્ય આકર્ષણો
1. થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાગાથાઓ અને તેમના કારગત કાર્યનું પ્રદર્શન
2. કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
3. કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
4. લાઈવ વર્કશોપ
5. સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે.
6. પ્રેરણા પ્રવાસ: સ્વસહાય જૂથના બહેનો માટે પ્રેરણાદાયી પ્રવાસનું આયોજન જેમાં નવા મંચ, નવી ટેકનિક વિશે જાગૃત કરવામાં આવશે.
7. ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્ટ, જેમ કે રણોત્સવમાં સફાઇ અભિયાન દ્વારા લોકોને જોડવા.