Kutchના અંજારમાં જાહેરમાં હેરોઈનનું વેચાણ કરતો પંજાબનો શખ્સ ઝડપાયો, SOGએ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Sep 6, 2025 - 16:30
Kutchના અંજારમાં જાહેરમાં હેરોઈનનું વેચાણ કરતો પંજાબનો શખ્સ ઝડપાયો, SOGએ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણનું નેટવર્ક પકડવા માટે પૂર્વ કચ્છ SOG પોલીસ દ્વારા સતત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત અંતર્ગત પોલીસે અંજાર તાલુકાના વરસામેડી ગામમાંથી 20 લાખથી વધુની કિંમતના હેરોઈન(ડ્રગ્સ) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પૂર્વ કચ્છ SOG પોલીસને મળેલી બાતમીના આધારે વરસામેડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ચોક્કસ માહિતીના આધારે આરોપી નિર્મલસિંઘ સોહનસિંઘના રહેઠાણની તલાશી લીધી હતી.

41.45 ગ્રામ હેરોઇન સાથે નિર્મલસિંઘની ધરપકડ 

આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેના ઘરમાંથી એક સોફાના ગાદલા નીચે છુપાવેલું હેરોઈન(ડ્રગ્સ) મળી આવ્યું હતું. આ ડ્રગ્સની તપાસ કરતા તે 41.45 ગ્રામ હેરોઈન હોવાનું બહાર આવ્યું છે. જેની બજાર કિંમત આશરે રૂપિયા 20.72 લાખ આંકવામાં આવી છે. પોલીસે આરોપી નિર્મલસિંઘ સોહનસિંઘની ધરપકડ કરી છે. આ આરોપી પંજાબનો રહેવાસી છે. તેની પાસેથી હેરોઈન ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં વેચવામાં આવવાનું હતું તે અંગે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.

ઘરમાં સોફાના ગાદલા નીચે હેરોઇન છુપાવ્યું હતું

આ મામલામાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. પોલીસે આ ઘટના અંગે નિર્મલસિંઘ અને અન્ય એક અજાણ્યા આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે આ ધરપકડથી ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. પંજાબના રહેવાસી હોવાના કારણે આ રેકેટ આંતરરાજ્ય હોઈ શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0