Kutch: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

Jan 28, 2025 - 10:30
Kutch: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના લીધે ઘરમાં આગ લાગી હતી. જેના લીધે પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એસીનું કમ્પ્રેશર ફાટતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં સૂતા હતા. આ બ્લાસ્ટના લીધે ભભૂકેલી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા પુત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે.

એસીને લઈને આ બાબતોનું ધ્યાન રાખો

દેશભરના વિવિધ ભાગોમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે. જેથી નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી. 24 કલાક એસી ન ચલાવો. એસીને થોડો આરામ આપો. એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરી દો. ઘરની બહાર નીકળતી વખતે વીજ પુરવઠો ચાલુ રાખશો નહીં.'

  • એસી ઈન્સ્ટોલ કરતી વખતે, તેની પાવર ક્ષમતા અને તમારા ઘર અથવા ઓફિસનો પાવર લોડ તપાસો.
  • સ્ટેબિલાઇઝર વગર એસી ના ચલાવો.
  • ઉનાળાની શરૂઆતમાં એસી સર્વિસ કરાવો.
  • જો AC કોઈ અવાજ કરે અથવા સ્પાર્ક કરે તો તરત જ તેની તપાસ કરાવો.
  • એસીની નજીક પડદા વગેરે ન મુકો.
  • એસી સતત ન ચલાવો.
  • એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0