Kutch : માંડવીમાં લુખ્ખા તત્વોનો આતંક, આઝાદ ચોકમાં પરપ્રાંતીય યુવકને લાકડીઓથી બેરહેમીથી ફટકાર્યો, વીડિયો વાયરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરહદી જિલ્લા કચ્છના માંડવી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોએ એક પરપ્રાંતીય યુવકને જાહેરમાં બેરહેમી પૂર્વક માર માર્યો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
જાહેરમાં લાકડીઓથી ફટકાર્યો:
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેટલાક શખ્સો એક નિઃસહાય યુવકને ઘેરી વળ્યા છે અને તેને લાકડીઓ વડે આડેધડ ફટકારી રહ્યા છે. યુવક પોતાની જીવ બચાવવા આજીજી કરી રહ્યો છે, પરંતુ હુમલાખોરો તેને સતત ફટકારી રહ્યા છે. આ ઘટના માંડવીના મુખ્ય ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. લુખ્ખા તત્વોમાં પોલીસનો કોઈ ભય રહ્યો ન હોય તેમ જાહેરમાં આ રીતે હિંસક વર્તન કરવામાં આવ્યું હતું.
હોમગાર્ડ જવાનની હાજરીમાં જ હિંસા
આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે આ હુમલો થઈ રહ્યો હતો ત્યારે ઘટનાસ્થળે એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો. વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, સુરક્ષાકર્મીની હાજરી હોવા છતાં લુખ્ખા તત્વો બેફામ બનીને યુવકને ફટકારી રહ્યા હતા, જે તંત્રની લાચારી દર્શાવે છે. પોલીસ હજુ પણ અજાણ?
એક તરફ આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, બીજી તરફ સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હોવાનું રટણ કરી રહી છે. જાહેરમાં થયેલી આ હિંસા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો---- Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

