Kutch: બીએસએફએ ચરસના વધુ 20 પેકેટ ઝડપ્યા, ક્રીક વિસ્તારમાં તપાસ તેજ

કચ્છમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યાBSFએ અત્યાર સુધી જખૌથી 170થી વધુ પેકેટ જપ્ત કર્યા BSF દ્વારા ક્રીક અને ટાપુ વિસ્તારમાં તપાસ તેજ કચ્છમાં ફરી એકવાર ચરસના પેકેટ મળ્યા છે. BSFએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી વધુ 20 ચરસના પેકેટ જપ્ત કર્યા છે. જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ ચરસના બિનવારસી 20 પેકેટ જપ્ત કર્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફએ 170થી પણ વધુ પેકેટ કબજે કર્યા છે અને હાલમાં પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત તમને જણાવી દઈએ કે 5 દિવસ પહેલા જ BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, છેલ્લા 10 દિવસમાં BSFએ 170થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બન્યો ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

Kutch: બીએસએફએ ચરસના વધુ 20 પેકેટ ઝડપ્યા, ક્રીક વિસ્તારમાં તપાસ તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા
  • BSFએ અત્યાર સુધી જખૌથી 170થી વધુ પેકેટ જપ્ત કર્યા
  • BSF દ્વારા ક્રીક અને ટાપુ વિસ્તારમાં તપાસ તેજ

કચ્છમાં ફરી એકવાર ચરસના પેકેટ મળ્યા છે. BSFએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી વધુ 20 ચરસના પેકેટ જપ્ત કર્યા છે. જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ ચરસના બિનવારસી 20 પેકેટ જપ્ત કર્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફએ 170થી પણ વધુ પેકેટ કબજે કર્યા છે અને હાલમાં પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે.

કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત

તમને જણાવી દઈએ કે 5 દિવસ પહેલા જ BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, છેલ્લા 10 દિવસમાં BSFએ 170થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.

દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બન્યો

ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.