Kutch : જેસીબી મશીન વડે બે-ત્રણ જગ્યાએ સામખિયાળી હાઇવે તોડી પાણીનો નિકાલ કરાયો, બનાસકાંઠા-કચ્છમાં વિકટ સ્થિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ બાદ સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. આ વિસ્તારના મોટાભાગના રસ્તાઓ અને હાઇવે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. જો કે કચ્છના સામખિયાળીમાં હાઇવે ફરી શરૂ કરાયો છે.
પાંચ કલાકથી સામખિયાળી હાઇવે બંધ
છેલ્લા પાંચ કલાકથી સામખિયાળી હાઇવે બંધ હતો અને અનેક વાહન ચાલકો રસ્તામાં ફસાયા હતા. જોકે સ્થિતી જોઇને પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી અને જેસીબી મશીન વડે બે-ત્રણ જગ્યાએ હાઇવે તોડી પાણીનો નિકાલ કરાયો હતો. પોલીસની સતર્કતાથી મોટા નુકસાનમાંથી બચાવ થયો હતો.
પોલીસે પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી
પોલીસે પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી અને અલગ અલગ બે થી ત્રણ જગ્યા એ હાઈવે તોડી પાણીનો નિકાલ કરાયો હતો. જિલ્લા પોલીસ વડાથી લઇને તમામ પોલીસ કાફલ્ો હાઇવે ફરીથી શરુ થાય તે માટે કામમાં લાગેલો રહ્યો હતો. લોકો ધાબા પર ચડી મદદ માગી રહ્યા છે
બીજી તરફ પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદી તારાજી જોવા મળી રહી છે. અતિ ભારે વરસાદના કારણે રણમનપુરા ગામ સંપર્કવિહોણું બન્યું છે અને રણમનપુરા ગામના તમામ ઘરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામના 400 ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને લોકો ધાબા પર ચડી મદદ માગી રહ્યા છે.
What's Your Reaction?






