Kutch: કોંગ્રેસના નેતાએ મહિલા પોલીસની ખુરશી ખેંચી લીધી, જુઓ Video

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં નેતાએ મહિલાની ખુરશી ખેંચી મહિલા IBમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે કોંગ્રેસના નેતાનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું કચ્છમાં કોંગ્રેસના નેતાનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ. આહીરે મહિલા પોલીસની ખુરશી ખેંચી લીધી હતી. કંગના રનૌત પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની આ કૃત્ય બદલ ધરપકડ કરી છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની નિંદા કરી હતી. કચ્છમાં IBના મહિલા કર્મચારીના અપમાન કરવાના આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં IBના મહિલા પોલીસ કર્મચારીનું અપમાન કરવામાં આવ્યું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહીરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા હોબાળો મચ્યો હતો. ઘટના શું હતી? કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં આવી ગયા છે. કોગ્રેસના નેતા એચ.એસ.આહીરે ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન સ્ટેટ આઇબીની મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લીધી હતી ત્યાર બાદ ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની ધરપકડ કરી છે. ગૃહરાજ્ય મંત્રીએ ઘટનાને શરમજનક ગણાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કર્મચારીના અપમાનની ઘટનાને શરમજનક ગણી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દલિત વિરોધી છે. હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાનો વીડિયો એક્સ પર શેર કર્યો હતો અને લખ્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા તેમજ દલિત વિરોધી જ રહી છે. આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છ કોંગ્રેસના નેતા H.S.Aahir દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા ઓફિસરને ઘાયલ કરવામાં આવ્યા. આ અતિ નિંદનીય બાબત છે. હર્ષ સંઘવીએ X પર વીડિયો પોસ્ટ કર્યો. અગાઉ કંગના રનૌત પર કરી હતી ટિપ્પણીહિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી. કંગનાને ટિકિટ મળતાં જ વિવાદ થયો હતો. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ કંગના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાંથી એક કચ્છના એચ.એસ.આહીર હતા. ભાજપે મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી એટલે એચ.એસ.આહીરે અત્યંત અસભ્ય ભાષામાં સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.

Kutch: કોંગ્રેસના નેતાએ મહિલા પોલીસની ખુરશી ખેંચી લીધી, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં નેતાએ મહિલાની ખુરશી ખેંચી
  • મહિલા IBમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
  • કોંગ્રેસના નેતાનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું

કચ્છમાં કોંગ્રેસના નેતાનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ. આહીરે મહિલા પોલીસની ખુરશી ખેંચી લીધી હતી.

કંગના રનૌત પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની આ કૃત્ય બદલ ધરપકડ કરી છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની નિંદા કરી હતી.

કચ્છમાં IBના મહિલા કર્મચારીના અપમાન કરવાના આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં IBના મહિલા પોલીસ કર્મચારીનું અપમાન કરવામાં આવ્યું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહીરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા હોબાળો મચ્યો હતો.

ઘટના શું હતી?

કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં આવી ગયા છે. કોગ્રેસના નેતા એચ.એસ.આહીરે ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન સ્ટેટ આઇબીની મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લીધી હતી ત્યાર બાદ ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની ધરપકડ કરી છે.

ગૃહરાજ્ય મંત્રીએ ઘટનાને શરમજનક ગણાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કર્મચારીના અપમાનની ઘટનાને શરમજનક ગણી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દલિત વિરોધી છે. હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાનો વીડિયો એક્સ પર શેર કર્યો હતો અને લખ્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા તેમજ દલિત વિરોધી જ રહી છે. આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છ કોંગ્રેસના નેતા H.S.Aahir દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા ઓફિસરને ઘાયલ કરવામાં આવ્યા. આ અતિ નિંદનીય બાબત છે. હર્ષ સંઘવીએ X પર વીડિયો પોસ્ટ કર્યો.

અગાઉ કંગના રનૌત પર કરી હતી ટિપ્પણી

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી. કંગનાને ટિકિટ મળતાં જ વિવાદ થયો હતો. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ કંગના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાંથી એક કચ્છના એચ.એસ.આહીર હતા. ભાજપે મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી એટલે એચ.એસ.આહીરે અત્યંત અસભ્ય ભાષામાં સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.