હાલો મેળે... ગુજરાતની લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ
Tarnetar no Melo: સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે. સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે 9:30 થી મેળાનો આરંભ થઈ ચુક્યો છે. આજથી સતત ત્રણ દિવસથી સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે.મેળાનું નામ લેતાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે. જોકે, તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઈતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. મહાદેવની પૂજાથી થયો આરંભભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડામાં ન્હાવાનું ખાસ મહત્વ છે. આ પણ વાંચોઃ સોખડાના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગેગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સ્પર્ધાઓઆ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ પારંપારિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.જાણો મેળાનો ઈતિહાસથાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમિંગ એક્ટિવિટી માટે જાહેર કર્યા નવા નિયમોકોળણ સ્ત્રીઓનું મેળામાં ત્રણ તાળીના રાસ લેતી-ગાતી એક અનોખું આકર્ષણ ઊભું કરે છે. ભરવાડોના રાસમાં પણ 30 થી 60 પુરૂષો એક સાથે રાસડો લેતા જોવું એક આહ્લાદક દ્રશ્ય છે. આંખમાં સુરમો, માથે લાલા મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીમાં આભલાં ભરેલાં લીલા પટ્ટાનું બાંધણું અને વચ્ચો વચ રંગીલો હોય જે બે હાથમાં છત્રીઓ ઝુલાવતો હોય. અદ્ભુત રાસ સાથે તેમની રંગબેરંગી છત્રી પણ એટલી આકર્ષક હોય છે કે, નજર ત્યાંથી હટાવવી મુશ્કેલ બની જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Tarnetar no Melo: સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે. સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે 9:30 થી મેળાનો આરંભ થઈ ચુક્યો છે. આજથી સતત ત્રણ દિવસથી સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે.
મેળાનું નામ લેતાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે. જોકે, તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઈતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે.
મહાદેવની પૂજાથી થયો આરંભ
ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડામાં ન્હાવાનું ખાસ મહત્વ છે.
આ પણ વાંચોઃ સોખડાના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગે
ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સ્પર્ધાઓ
આ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ પારંપારિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.
જાણો મેળાનો ઈતિહાસ
થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.
કોળણ સ્ત્રીઓનું મેળામાં ત્રણ તાળીના રાસ લેતી-ગાતી એક અનોખું આકર્ષણ ઊભું કરે છે. ભરવાડોના રાસમાં પણ 30 થી 60 પુરૂષો એક સાથે રાસડો લેતા જોવું એક આહ્લાદક દ્રશ્ય છે. આંખમાં સુરમો, માથે લાલા મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીમાં આભલાં ભરેલાં લીલા પટ્ટાનું બાંધણું અને વચ્ચો વચ રંગીલો હોય જે બે હાથમાં છત્રીઓ ઝુલાવતો હોય. અદ્ભુત રાસ સાથે તેમની રંગબેરંગી છત્રી પણ એટલી આકર્ષક હોય છે કે, નજર ત્યાંથી હટાવવી મુશ્કેલ બની જાય છે.