Kutch News: ગાંધીધામના શિણાઈ પાસે નર્મદા કેનાલમાં બાળક ડૂબ્યું, બેનો આબાદ બચાવ, એકની શોધખોળ શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક શિણાઈ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. પર્વની ઉજવણી વચ્ચે ત્રણ બાળકો કેનાલના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા, જે દરમિયાન એક બાળક અચાનક ઊંડા પાણીમાં લાપતા થઈ ગયું હતું.
ત્રણ મિત્રો ગયા હતા ન્હાવા
ઘટનાની મળતી વિગતો અનુસાર, શિણાઈ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ત્રણ બાળકો સાથે ન્હાવા ગયા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકો ડૂબવા લાગ્યા હતા. જોકે, સદનસીબે બે બાળકો સમયસર કેનાલની બહાર નીકળી આવતા તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમનો એક સાથી મિત્ર પાણીના વહેણમાં તણાઈ જતાં લાપતા થયો છે.
રેસ્ક્યુ કામગીરી તેજ
બનાવની જાણ થતા જ આસપાસના લોકો કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને લાપતા બાળકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. કેનાલના ઊંડા પાણીમાં તરવૈયાઓ દ્વારા બાળકને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. તહેવારના દિવસે બનેલી આ ઘટનાથી પરિવારમાં ભારે ચિંતા અને ગમગીની વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો - Kutch: ગાંધીધામમાં 202.8 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાઇ, માથાભારે શખ્સે કર્યું હતું દબાણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

