Aravalli News: ગાજણ ગામના તળાવમાં ન્હાવા પડેલા મામા-ફોઈના બે ભાઈઓના ડૂબી જવાથી મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોડાસાના ગાજણ ગામે આવેલ ગઢોલા તળાવમાં આજે બપોરના સમયે મામા-ફોઈના બે ભાઈઓ ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક પાણી ઊંડું હોવાને કારણે બંને યુવકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં એક સગીર અને એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. વેકેશનના માહોલ વચ્ચે પરિવારમાં મામા-ફોઈના ભાઈઓના એકસાથે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતા જ ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ મોટી સંખ્યામાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આ અંગેની જાણ થતા જ મોડાસા રૂરલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામના બે આશાસ્પદ યુવકોના મોતથી ગાજણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

