Kutch News : કચ્છના ભુજમાં યુવતીનું ગળુ કાપીને કરાઈ હત્યા, સોશિયલ મીડિયામાં યુવતીએ બ્લોક કરતા આરોપીએ કર્યો હતો હુમલો

Aug 29, 2025 - 10:30
Kutch News : કચ્છના ભુજમાં યુવતીનું ગળુ કાપીને કરાઈ હત્યા, સોશિયલ મીડિયામાં યુવતીએ બ્લોક કરતા આરોપીએ કર્યો હતો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ભુજમાં યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે, યુવકે ગળાના ભાગે હુમલો કરીને યુવતીને ઈજા પહોંચાડી હતી, તો સમગ્ર ઘટનામાં યુવતીને સારવાર હેઠળ ખસેડી હતી અને આજે સવારે તેનું મોત થયું છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડયો છે, મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં યુવતીએ યુવકને બ્લોક કર્યો હતો અને ઉશ્કેરાઈને આરોપીએ યુવતી પર હુમલો કર્યો હતો.

કચ્છના ભુજમાં યુવતીનું ગળુ કાપીને હત્યા

કચ્છના ભુજમાં યુવતીનું ગળુ કાપીને હત્યાથી ખળભળાટ મચી ગયો છે, પાડોશી યુવકે યુવતીનું ગળુ કાપી હત્યા કરી છે, સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવતીનું મોત થયું છે, કોલેજથી હોસ્ટેલમાં પરત જતી હતી યુવતી અને આરોપીએ તેની પર હુમલો કર્યો છે, બે યુવકો ગત સાંજે યુવતીને મળવા આવ્યા હતા અને યુવતી અને હુમલાખોર વચ્ચે થઇ હતી બોલાચાલી, ત્યારે આરોપીએ બોલાચાલી બાદ ઉશ્કેરાઇને છરીથી હુમલો કર્યો હતો જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું છે.

આરોપીએ યુવતીને ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો

તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો તેમ કહી યુવતી પર આરોપીએ હુમલો કર્યો હતો અને આ હુમલાખોર સાથે આવેલ યુવક પણ ઇજાગ્રસ્ત થયો છે, હુમલાખોર મોહિત સિદ્ધપુરાને પોલીસે ઝડપી પાડ્યો છે અને ઇજાગ્રસ્ત યુવકની ભૂમિકાને લઇ પોલીસે તપાસ હાથધરી છે. મૃતક યુવતી સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને યુવતી કોલજથી ભાનુશાલી હોસ્ટેલ તરફ જઈ રહી હતી તે સમયે બનાવ બન્યો હતો અને સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

પોલીસે ગાંધીધામના આરોપી મોહિત સિધ્ધપુરાને ઝડપી પાડ્યો છે

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, આરોપી ગાંધીધામનો રહેવાસી હોવાની વાત છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓને કાબુમાં લેવા પોલીસ પણ પ્રયાસ કરી રહી છે, એક નાની વાત ઉશ્કેરાઈને કોઈની જિંદગી હોમાઈ જાવ તેવા કામ કરવા ના જોઈએ.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0