Kutch News: ભુજના નાના વરનોરામાં LCBની રેડ, દેશી બંદૂક સાથે સુલતાન મેર ઝડપાયો

Apr 25, 2026 - 11:30
Kutch News: ભુજના નાના વરનોરામાં LCBની રેડ, દેશી બંદૂક સાથે સુલતાન મેર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરહદી જિલ્લા કચ્છમાં ગેરકાયદે હથિયારો રાખતા લોકો વિરૂદ્ધ પોલીસની ઝુંબેશ તેજ બની છે. ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે કાર્યવાહી કરીને નાના વરનોરા ગામની સીમમાંથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો છે.

સમગ્ર ઘટનાની વિગત

ભુજ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નાના વરનોરા ગામની સીમમાં એક વ્યક્તિ હથિયાર સાથે ફરી રહ્યો છે. પોલીસે રેડ કરીને સુલતાન સુમાર મેર નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી એક સિંગલ બેરલ દેશી બંદૂક મળી આવી હતી.

આર્મ્સ એક્ટ હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો.


આ પણ વાંચો - Kutch : ભુજ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, 380 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0