Banaskantha News: ગૌરક્ષકોએ પશુઓથી ભરેલી આઇસર ટ્રક ઝડપી, 23 પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હતા

Aug 10, 2026 - 22:30
Banaskantha News: ગૌરક્ષકોએ પશુઓથી ભરેલી આઇસર ટ્રક ઝડપી, 23 પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં ગૌરક્ષકોની સજાગતાને કારણે પશુઓની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વકની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.ગૌરક્ષકો દ્વારા શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પશુઓ મળી આવ્યા હતા.આ મામલે 112 નંબર પર જાણ કરાતાં થરાદ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

20 ગાયો અને 3 વાછરડાં ખીચોખીચ ભરેલાં મળ્યાં

ઝડપાયેલી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 20 ગાયો અને 3 વાછરડાં મળીને એકંદર 23 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પશુઓને કોઈ પણ પ્રકારની દયા-માયા રાખ્યા વિના ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.સૌથી ગંભીર બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં રહેલા પશુઓ માટે આઇસરમાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા કે વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જેના કારણે પશુઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ટ્રકમાં ભરેલાં કુલ 23 પશુઓની અંદાજિત કિંમત રૂ.4.15 લાખ હોવાનું સામે આવ્યું છે. 

પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસે વાહન તેમજ પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.થરાદ પોલીસે આઇસર ટ્રકના ચાલક અને ખલાસીની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.આટલી મોટી સંખ્યામાં પશુઓને કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા સ્થળે કે કયા હેતુસર લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.આ ઘટના બાદ વિસ્તારના ગૌરક્ષકો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારા તત્વો સામે આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.

આ પણ વાંચોઃ PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0