Kutch News: અમિત શાહે સ્પીડ બોટથી 'હરામીનાળા'નું કર્યું નિરીક્ષણ, BSFના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

May 29, 2026 - 16:30
Kutch News: અમિત શાહે સ્પીડ બોટથી 'હરામીનાળા'નું કર્યું નિરીક્ષણ, BSFના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ 'હરામીનાળા' વિસ્તારની વહેલી સવારે મુલાકાત લીધી હતી. વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા આ ક્રિક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રીએ જાતે સ્પીડ બોટમાં સવાર થઈને ભારત-પાક બોર્ડર પર પેટ્રોલિંગ કર્યું હતું. તેમની સાથે સરહદ સુરક્ષા દળ (BSF) ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાઈ-ટેક કેમેરા ફીડનું બારીકાઈથી અવલોકન

આ પ્રવાસ દરમિયાન અમિત શાહે સીમા સુરક્ષાને વધુ સચોટ બનાવવા માટે બીએસએફના આઉટ પોસ્ટ (OP) ટાવર-1170 નજીક સ્થાપિત કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમમાં હાઈ-ટેક પીટીઝેડ (PTZ) કેમેરાની લાઈવ ફીડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ આધુનિક કેમેરા સિસ્ટમ સરહદ પારથી થતી કોઈપણ પ્રકારની શંકાસ્પદ હલચલને પકડી પાડવામાં સક્ષમ છે, જેના ઓપરેશન અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.

ડિજિટલ સર્વેલન્સ અને સુરક્ષા મજબૂત કરવા પર ભાર

અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ માનવબળની સાથે-સાથે સ્માર્ટ ફેન્સિંગ અને ટેક્નોલોજી આધારિત દેખરેખ (Digital Surveillance) પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર બોર્ડર સિક્યોરિટીને ડિજિટલી વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે, જેથી આવા ભૌગોલિક પડકારો ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચોવીસ કલાક કડક નજર રાખી શકાય અને ઘૂસણખોરીના પ્રયાસો નાબૂદ કરી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0