Anand News: સોજીત્રાની લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ ગટગટાવતો આચાર્ય ઝડપાયો, 50 બોટલો જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પવિત્ર વિદ્યાધામને દારૂનો અડ્ડો બનાવી દેનાર આચાર્યને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપતા આચાર્ય પોતે જ શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત રહેતા હોવાનું સામે આવતાં સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.
ટેબલ પરથી અડધી ભરેલી અને તિજોરીમાંથી 50 ખાલી બોટલો જપ્ત
ઘટનાની વિગતો અનુસાર, લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ પીવાતો હોવાની અને ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ શાળાનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. આચાર્યના ટેબલ ઉપરથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. એટલું જ નહીં, શાળાની સરકારી તિજોરી કે જેમાં શૈક્ષણિક દસ્તાવેજો હોવા જોઈએ, તેમાંથી વિદેશી દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આચાર્ય લાંબા સમયથી શાળા પરિસરમાં જ દારૂ ગટગટાવતો હતો.
શિક્ષણ અધિકારીની ફરિયાદ બાદ આચાર્ય સુરેશ માછી સામે કાર્યવાહી
શાળામાંથી આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવવાની ઘટના અંગે સોજીત્રાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની ગંભીરતા જોઈને સોજીત્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે શાળાના કલંકિત આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આચાર્યને કસ્ટડીમાં લીધો, વાલીઓમાં ભારે રોષ
સોજીત્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આચાર્ય સુરેશ માછીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે શાળામાં નાના માસુમ બાળકો શિક્ષણ મેળવવા આવે છે, ત્યાં આ પ્રકારે દારૂની મહેફિલો અને બોટલો મળી આવતા સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માગ કરી છે કે, આચાર્ય સામે માત્ર પોલીસ કેસ જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તેને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે.
આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

