Aravalli News: ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં કેન્ડલ માર્ચ, ન્યાય માટે માર્ગો પર ઉતર્યા તબીબો અને નગરજનો

Aug 20, 2026 - 00:00
Aravalli News: ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં કેન્ડલ માર્ચ, ન્યાય માટે માર્ગો પર ઉતર્યા તબીબો અને નગરજનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતની સરકારી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અતિશય રેગિંગના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મોડાસાના તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક આશાસ્પદ અને ભાવી તબીબે રેગિંગના રાક્ષસ સામે હારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર તબીબી આલમ અને મોડાસા પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં યોજાઈ વિશાળ કેન્ડલ માર્ચ

સુરતના વિવાદાસ્પદ આત્મહત્યા કેસ બાદ, બુધવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વ. ડો. હર્ષ પંડ્યાના માનમાં એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. હર્ષના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ મોડાસાના મુખ્ય ચાર રસ્તા ખાતે પહોંચી હતી. આ શાંતિપૂર્ણ રેલીમાં સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

Aravalli News: Modasa Candle March for Dr Harsh Pandya Surat Medical College Ragging Suicide Case

પરિવારજનો, તબીબો અને નગરજનો ન્યાયની માગ સાથે માર્ગો પર ઉતર્યા

આ કેન્ડલ માર્ચમાં માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો, મિત્રો અને મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને મીણબત્તીઓ સાથે "ન્યાય આપો" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આખી કેન્ડલ માર્ચ દરમિયાન વાતાવરણ અત્યંત ગંભીર અને શોક રોષથી ભરેલું જોવા મળ્યું હતું.

Aravalli News: Modasa Candle March for Dr Harsh Pandya Surat Medical College Ragging Suicide Case

અન્ય નિર્દોષ તબીબો રેગિંગનો ભોગ ન બને તે માટે કડક પગલાંની માગ

કેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબો અને નાગરિકોએ એકસૂરે માગ કરી હતી કે, ડો. હર્ષ પંડ્યા સાથે જે બન્યું તે અત્યંત ગંભીર ગુનો છે. ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ રેસિડેન્ટ ડોક્ટર આવા અમાનુષી રેગિંગનો ભોગ ન બને તે માટે સુરત મેડિકલ કોલેજના દોષિતો સામે દાખલારૂપ અને કડક પગલાં ભરવામાં આવે. તબીબોએ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાંથી રેગિંગનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવાની માગ કરી હતી.


આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0