Kutch: 3 લોકોના ભોગ લેનાર રોડ અકસ્માતમાં તપાસ તેજ, સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લાના દદ્ધર-સાધારા રોડ પર તાજેતરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે હવે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે કાર ખાડામાં ખાબકી
મળતી માહિતી મુજબ, દદ્ધર-સાધારા રોડ પર નવીનીકરણ અથવા અન્ય કામગીરી માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ, આડશ કે ચેતવણી સૂચક લાઈટો મૂકવામાં આવી નહોતી. જેના કારણે અંધારામાં કાર સહિતના વાહનો સીધા ખાડામાં ખાબક્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
તંત્રની કામગીરી અને વિલંબ
દુર્ઘટનાના દિવસો બાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત (Site Visit) લીધી હતી અને રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી બેદરકારી અને ત્રણ-ત્રણ મોત થયા હોવા છતાં, હજુ સુધી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Mehsana: અમદાવાદ તરફ જતી બસના ચાલકની ગંભીર બેદરકારી, લક્ઝરી અને ટ્રકની ટક્કરમાં 2 ના મોત, 13 ઘાયલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

